નવી દિલ્હી : સરકારે PMLA એક્ટમાં પરિવર્તન બાદ બેંકથી માંડીને ઇંશ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ માટે KYC કરવું સરળ બની જશે. એક્ટમાં પરિવર્તન બાદ કંપનીઓ માટે ફિઝીકલ ડોક્યુમેન્ટ લેવા ફરજીયાત નહી રહે. ડિજિટલ ડોક્યુમેન્ટ દ્વારા પણ કેવાયસી પુર્ણ ગણાવામાં આવશે. ટેલિકોમ કંપનીઓ અને બેંકો માટે આધાર દ્વારા KYC બાદ સરકારનું આ સૌથી મોટુ પગલું માનવામાં આવી રહ્યું છે. હાલનાં પરિવર્તન બાદ સેબી, રિઝર્વ બેંક, IRDAI ડિજિટલ KYC સાથે જોડાયેલા સરળ નિયમ બનાવી શકશે.
INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ
પશુ તસ્કરોનો આતંક: વિરોધ કરનારા યુવકને ગોળી મારી દીધી
પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનાં ચેરમેન એમિરિટસ નવીન સુર્યાના અનુસાર નવા સંશોધન બાદ ડિજિટલ KYCને ઉત્તેજન મળશે અને કંપનીઓને પોતાની પહોંચ વદારે ગ્રાહકો સુધી વધારવામાં સરળતા રહેશે. 
ગાઝીયાબાદ: સીવરની સફાઇ માટે ઉતરેલા 5 કર્મચારીઓનાં શ્વાસ રુંધાતા મોત
ડિજિટલ KYCની ખાસ વાતો...
- સરકારે PMLA એક્ટમાં પરિવર્તન કર્યું.
- ફિઝિકલ પેપર્સ અને ફોટોની KYCમાં જરૂર નથી.
- ડિજિટલ પેપર્સ અને ફોટો KYC માટે માન્ય રહેશે. 
- મ્યુચ્યુઅલ ફંડ, ઇંશ્યોરન્સ સાથે જોડાયેલી KYCમાં સરળતા રહેશે. 
- બેંક અને ટેલિફોન કંપનીઓને આધાર KYCમાંથી છુટ મળી હતી. 
- હવે કંપનીઓ ઐચ્છિક રીતે આધારની માંગણી કરી શકશે. 
- કંપનીઓ ગ્રાહકો સાથે જોડાયેલી માહિતી ડિજિટલ ફોર્મેટમાં રાખી શકશે.
- ડિજીટલ લોકર દ્વારા પણ KYC શક્ય બનશે. 
- સેબી, આરબીઆઇ, ઇરડા હવે ડિજિટલ KYCની ગાઇડલાઇન્સ બહાર પાડી શકશે. 
- KYC માટે ફિઝિકલ પેપર અને ફોટો જરૂરી નથી.