નવી દિલ્હી: નોકરીયાતોને  સરકારે નવા નાણાકીય વર્ષ શરૂ થયા બાદ મોટી ભેટ આપી છે. નાણા મંત્રાલયે કર્મચારી ભવિષ્યનિધિ (ઈપીએફ) પર 8.65 ટકા વ્યાજદરને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે હવે પીએફ ખાતા ધારકોને 8.65 ટકા વ્યાજ મળશે. સરકાર તરફથી લેવાયેલા આ નિર્ણયનો ફાયદો નોકરી કરનારા 6 કરોડ પીએફ એકાઉન્ટ હોલ્ડર્સને થશે. નાણા મંત્રાલય હેઠળ આવતા નાણાસીય સેવા વિભાગ (DFS)એ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ને 2018-19 માટે વ્યાજ દર વધારીને 8.65 ટકા કરી આપવાના નિર્ણય પર સહમતિ આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ વર્ષમાં પહેલીવાર વ્યાજદર વધ્યા
સરકારના આ નિર્ણયનો ફાયદો સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા છ કરોડથી વધુ કર્મચારીઓને તેમના પીએફ પર મળતા વ્યાજ સ્વરૂપે મળશે. નાણાકીય વર્ષ 2017-18માં ઈપીએફઓ તરફથી પોતાના ખાતાધારકોને 8.55 ટકાના દરે વ્યાજ અપાતું હતું. આ અગાઉ 2016-17માં વ્યાજદર 8.65 ટકા જ હતું. નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.80 ટકા પ્રતિવર્ષ હતું. 


જલદી બહાર પડશે નોટિફિકેશન
મંત્રાલયની સહમતિ બદા આવકવેરા વિભાગ અને શ્રમ મંત્રાલય આ અંગે નોટિફિકેશન બહાર પાડશે અને ત્યારબાદ ઈપીએફઓ પોતાના 120થી વધુ ક્ષેત્રીય અધિકારીઓને સંશોધિત વ્યાજ દરના આધારે ઈપીએફ ખાતાધારકોના ખાતામાં 2018-19 માટે વ્યાજની રકમ જોડવાના નિર્દેશ આપશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...