નવી દિલ્હી: કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીને લઈને સમાજની વચ્ચે ઘણી વાતો ચાલે છે. આ બાબતોમાં સત્ય શું છે. ક્યારેક દેશની અનેક પાર્ટીઓએ દુષ્પ્રચારના આરોપ પણ લગાવ્યા છે.
 
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો, સોનિયા ગાંધીનું સાચું નામ શું છે, સોનિયા ગાંધીનું બાળપણ કેવી રીતે પસાર થયું, એર હોસ્ટેસ બનવાનું સપનું જોનાર સોનિયા ગાંધી ઈટાલીથી ઈંગ્લેન્ડ કેવી રીતે ગયા હતા. સોનિયા ગાંધી રાજીવ ગાંધીને કેવી રીતે મળ્યા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


જાણો  સોનિયા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો
સોનિયા ગાંધીનો જન્મ 9 ડિસેમ્બર 1945 વિસેન્ઝા, ઈટલીમાં થયો હતો. જન્મની ઉજવણીના ભાગરૂપે પાડોશીએ ઘરની બારીઓ પર ગુલાબી રિબન બાંધવામાં આવ્યા.


સોનિયા ગાંધીનું સાચું નામ શું છે
સોનિયા ગાંધીનું સાચું નામ છે એડવિગે એન્ટોનિયા અલ્બિના મેઇનો છે. આ નામ સોનિયા ગાંધાના નાની એ પાડ્યું હતું. પરંતુ તેમના પિતા તેમને સોનિયા જ કહેતા હતા. તેમના પિતા મુસોલિનીના સમર્થક હતા.



સોનિયા ગાંધીનું બાળપણ કેવી રીતે પસાર થયું.
સોનિયા ગાંધીનું બાળપણ બેસાનોમાં પસાર થયું હતું. સોનિયા ગાંધીની  મોટી બહેનનું નામ અનુષ્કા છે. સોનિયા ગાંધી ફેન્ચ, રુશિ ભાષાનું જ્ઞાન ધરાવે છે.


સોનિયા ગાંધી 1965માં પરિવાર થયા હતા અલગ
સોનિયા ગાંધી 7 જાન્યુઆરી 1965 માં પોતાના પરિવારથી અલગ થયા હતા. સોનિયા ગાંધી તે સમયમાં ઉંમર માત્ર 18 વર્ષની હતી. સોનિયા ગાંધીએ ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.


સોનિયા ગાંધીના મિત્રએ રાજીવ ગાંધી સાથે તેમની મુલાકાત કરાવી હતી.
સોનિયા ગાંધીના મિત્ર ક્રિસ્ટિયને રાજીવ ગાંધીની મુલાકાત કરાવી હતી. બંને સાથે રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. પહેલી મુલાકાત ના સમયે બંને એક-બીજાને જોયા જ કરતા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube