નવી દિલ્લી: વિધાનસભાની ચૂંટણીઓમાં ચૂંટાઈને ઉમેદવારો ધારસભ્ય બની છે. જે પોત-પોતાના રાજ્યોની વિધાનસભાના સભ્ય બને છે. જ્યાં તેઓ પોતાના વિસ્તારોના પ્રશ્નોને વાંચા આપવાનો પ્રયાસ કરે છે. ત્યારે શું તમે જાણો છો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ધારાસભ્યોને કેટલો પગાર મળે છે? જાણો દેશના વિવિધ રાજ્યોના ધારાસભ્યોને મળતા પગારની વાતની વાત....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. તેલંગાણા :
દેશનું તે રાજ્ય છે જ્યાં ધારાસભ્યોની સેલેરી અને પથ્થાને મળીને કુલ 2,50,000 રૂપિયા આવે છે. જોકે તેની સેલેરી માત્ર 20,000 રૂપિયા જ છે. પરંતુ ભથ્થા તરીકે તેમને 2,30,000 રૂપિયા મળે છે. એવામાં દર મહિને અહીંયા ધારાસભ્ય 2.5 લાખ રૂપિયાનો પગાર લઈને ઘરે જાય છે.


2. દિલ્લી:
દિલ્લીમાં ધારાસભ્યોને પગાર અને ભથ્થાં સહિત 2 લાખ 10,000 રૂપિયા મળે છે.


ઉત્તરાખંડ:
ઉત્તરાખંડમાં ધારાસભ્યોનો પગાર 30,000 અને ભથ્થું મળીને કુલ 1,98.000 રૂપિયા મળે છે.


3. હિમાચલ પ્રદેશ:
ત્રીજા નંબર પર છે હિમાચલ પ્રદેશ. અહીંયા ધારાસભ્યોનો પગાર 55,000 રૂપિયા છે અને બધુ ભથ્થું મળીને 1,90,000 રૂપિયા ઘરે લઈ જાય છે.


4. હરિયાણા:
હરિયાણાના ધારાસભ્યોને દર મહિને 40,000 રૂપિયા પગાર અને બીજું ભથ્થું મળીને લગભગ 1,55,000 રૂપિયા મળે છે.


5. રાજસ્થાન:
અહીંયા ધારાસભ્યોનો પગાર 40,000 રૂપિયા અને ભથ્થાને મળીને તે દર મહિને 1,42,000 રૂપિયા ઘરે લઈ જાય છે.


6. બિહાર:
બિહારમાં ધારાસભ્યોનો પગાર 40,000 રૂપિયા છે. અને બધું ભથ્થું મળીને તે કુલ 1,30,000 રૂપિયા લઈ જાય છે


7. આંધ્ર પ્રદેશ:
આ રાજ્યમાં ધારાસભ્યોને પગાર તરીકે માત્ર 12,000 રૂપિયા મળે છે. પરંતુ તેમના ભથ્થાને મળીને કુલ 1,25,000 રૂપિયા ઘરે લઈ જાય છે.


8. ગુજરાત:
ગુજરાતમાં ધારાસભ્યોનો પગાર 78,800 રૂપિયા છે. ધારાસભ્યોનો પગાર અને ભથ્થું મળીને કુલ 1,16,316 રૂપિયા મળે છે.


9. ઉત્તર પ્રદેશ:
ઉત્તર પ્રદેશમાં પગાર તરીકે ધારાસભ્યને 25,000 રૂપિયાની સાથે 50,000 રૂપિયા વિધાનસભા ભથ્થું, 50,000 રૂપિયા સચિવાલય અને ઓફિસના ભથ્થા તરીકે 20,000 રૂપિયા મળે છે. એટલે તે 1 લાખ 65 હજાર રૂપિયા ઘરે લઈ જાય છે.


જ્યારે બીજા રાજ્યોની વાત કરીએ તો...


મધ્ય પ્રદેશમાં 2,10,000 રૂપિયા પગાર


મહારાષ્ટ્રમાં 1,60,000 રૂપિયા પગાર


ઝારખંડમાં 1,51,000 રૂપિયા પગાર


તમિલનાડુમાં 1,13,000 રૂપિયા પગાર


મણિપુરમાં 1,12,500 રૂપિયા પગાર


છત્તીસગઢમાં 1,10,000 રૂપિયા પગાર


પંજાબમાં 1,10,000 રૂપિયા પગાર


ગોવામાં 1,00,000 રૂપિયા પગાર


પુડુચેરીમાં 1,05,000 રૂપિયા પગાર


મિઝોરમમાં 65,000 રૂપિયા પગાર


કર્ણાટકમાં 63,500 રૂપિયા પગાર


અસમમાં 60,000 રૂપિયા પગાર


પશ્વિમ બંગાળમાં 52,000 રૂપિયા પગાર


સિક્કિમમાં 52,000 રૂપિયા પગાર


કેરળમાં 43,750 રૂપિયા પગાર


નાગાલેન્ડમાં 35,000 રૂપિયા પગાર


ઓડિશામાં 35,000 રૂપિયા પગાર


મેઘાલયમાં 27,750 રૂપિયા પગાર


અરુણાચલ પ્રદેશમાં 25,000 રૂપિયા પગાર


ત્રિપુરામાં 25,890 રૂપિયા પગાર મળે છે.  આ રાજ્યોના બીજા ભથ્થા વિશે કોઈ માહિતી મળી શકી નથી. 


((Note: આ રાજ્યોના ધારાસભ્યોના પગારના આંકડા વિકિપીડિયા પર આધારિત છે.))