નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સંભલથી સમાજવાદી પાર્ટી (Samajwadi Party) ના સાંસદ શફીકુર રહેમાન બર્ક (Shafiqur Rahman Barq ) વિરુદ્ધ કેસ દાખલ થયો છે. બર્ક છાશવારે પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. આ આદતના કારણે તેમના પર રાજદ્રોહના આરોપમાં એફઆઈઆર થઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાની સરખામણી બર્કે ભારતના બ્રિટિશ રાજ સાથે કરી હતી. સાંસદે  કહ્યું કે હિન્દુસ્તાનમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે તેમને હટાવવા માટે અમે સંઘર્ષ કર્યો, બરાબર એ જ રીતે તાલિબાને પણ પોતાના દેશને આઝાદ કર્યો. 


બર્કે કહી હતી આ વાત
બર્કે તાલિબાનના વખાણ કરતા કહ્યું હતું કે આ સંગઠને રશિયા, અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પોતાના દેશમાં રહેવા દીધા નહીં. નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાનની સરકારને હટાવી દેતા ત્યાં પોતાનું નિયંત્રણ સ્થાપિત કર્યું છે. જ્યારે અફઘાનિસ્તાનમાં થઈ રહેલી હિંસામાં સતત અફઘાન નાગરિકોના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે. મહિલાઓ ડરેલી છે અને નાગરિકો મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube