મુંબઇ: મુંબઇના પરેલ વિસ્તારમાં સ્થિત એક બહુમાળી બિલ્ડીંગના 12મા માળે બુધવારે (22 ઓગસ્ટ)ના રોજ આગ લાગવાની ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 21 અન્ય ઘાયલ થયા છે. પોલીસે બુધવારે રાત્રે બિલ્ડરની ધરપકડ કરી લીધી. ભોઇવાડા પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું કે બિલ્ડીંગના ડેવલોપર અબ્દુલ રજ્જાક ઇસ્લાઇલ સુપારીવાલા વિરૂદ્ધ બિન-ઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો, ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયર બ્રિગેડના વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે હિંદમાતા સિનેમા પાસે 17 માળના ક્રિસ્ટલ ટાવરમાંથી લગભગ 3 ડઝન લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. બૃહદમુંબઇબ નગર નિગમ (બીએમસી)ના અનુસાર, આ બિલ્ડીંગ પાસે અનિવાર્ય કબજા પ્રમાણપત્ર (ઓક્યૂપેશન સર્ટિફિકેટ) ન હતું. પરંતુ લગભગ 58 ફ્લેટ માલિકોનો તેમાં કબજો હતો.


બીએમસીએ એક નિવેદનમાં કહ્યું કે બિલ્ડીંગના બિલ્ડર અને તેના 58 નિવાસીઓને 2016માં નોટીસ જાહેર કરવામાં આવી હતી અને સાત દિવસની અંદર બિલ્ડીંગ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેને કોર્ટમાં પડકાર ફેંકવામાં આવ્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ વિભાગે આજે ફરી એકવાર બિલ્ડીંગને અસુરક્ષિત જાહેર કરી દીધી અને વિજળી પાણી તથા પાણીની આપૂર્તિ કાપવાની ભલામણ કરી. 



વિભાગે અસુરક્ષિત બિલ્ડીંગમાં લોકોને રહેવાની પરવાનગી આપનાર લોકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો કરવાની પણ પોલીસને ભલામણ કરી છે. વિભાગના અનુસાર આગ લગાવવાની સૂચના બુધવાર (22 ઓગસ્ટ)ની સવારે 8:32 મિનિટ પર મળી અને લગભગ 3 કલાક બાદ તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યું કે પ્રભાવિત બિલ્ડીંગનું સમારકામ ચાલી રહ્યું હતું, પરંતુ આગ લાગવાના લીધે સાચું કારણ યોગ્ય તપાસ બાદ જાણી શકાશે. 


ફાયર બ્રિગેડ વિભાગના પ્રમુખ પી.એસ. રહાંગદળે જણાવ્યું કે ધૂમાડા અને ગરમીના લીધે ઉપરના માળમાં લોકો ફસાઇ ગયા અને 30 થી 35 લોકોને બચાવી લેવામાં આવ્યા. બીએમસીના નિવેદનમાં કહેવામાં આવ્યું કે એક ઘરડી મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા અને 21 લોકો ઘાયલ થયા છે. મૃતકોની ઓળખ બબલૂ શેખ (36), શુભદા શેલકે (62), અશોક સંપત અને સંજીવ નાયરના રૂપમાં થઇ છે. 


બિલ્ડીંગમાં રહેતા એક વ્યક્તિએ કહ્યું કે મેં જીવનભરની કમાણીથી આ બિલ્ડીંગમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. હવે કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ અસુરક્ષિત છે. આ ખૂબ મુશ્કેલીભરી વાત છે. તેમાં અમારી શું ભૂલ છે? હું મારા બાળકો અને પરિવારને લઇને ક્યાં જાવ.