મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પત્રકાર પર હુમલાના મામલામાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ (Akhilesh Yadav) વિરુદ્ધ FRI દાખલ કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે મુરાદાબાદ જિલ્લા વહીવટી તંત્રએ પત્રકારોના એક સમૂહ તરફથી આપવામાં આવેલા આવેદન બાદ આ કાર્યવાહી કરી છે. તો સમાજવાદી પાર્ટીના જિલ્લાધ્યક્ષે બે ન્યૂઝ રિપોર્ટરો વિરુદ્ધ પણ એફઆઈઆર દાખલ કરાવી છે. તેમણે પત્રકારો પર પૂર્વ મુખ્યમંત્રીની સુરક્ષા પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા અખિલેશ યાદવની પત્રકાર પરિષદ દરમિયાન વ્યક્તિગત સવાલ પૂછવા પર પૂર્વ મુખ્યમંત્રી ભડકી ગયા હતા. આ દરમિયાન કેટલાક પત્રકારો સાથે કથિત મારપીટ થઈ હતી. પત્રકારો તરફથી દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે અખિલેશ યાદવના સંકત પર તેમના ગાર્ડોએ રિપોર્ટરો પર હુમલો કર્યો, જેમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આરોપ છે કે અખિલેશના ગાર્ડો અને તેમની પાર્ટીના 20થી વધુ કાર્યકર્તાઓની મારામારીમાં ઘણા પત્રકારોને ગંભીર ઈજા થઈ છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


આ પણ વાંચોઃ હવાઈ યાત્રા પહેલા જાણી લો નવા નિયમ, જો ભંગ કરશે તો લાગશે પ્રતિબંધ


પત્રકારો પર પણ કેસ
પત્રકારોનું આવેદન મળ્યા બાદ જિલ્લા તંત્રએ કાર્યવાહી કરતા અખિલેશ યાદવ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. તો તેમના જવાબમાં સમાજવાદી પાર્ટી તરફથી પત્રકારો વિરુદ્ધ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. જાણકારી પ્રમાણે મુરાદાબાદના એસપી જિલ્લાધ્યક્ષ તરફથી બે ન્યૂઝ ચેનલના રિપોર્ટરો પર અખિલેશ યાદવની સુરક્ષા પર હુમલો કરવા અને અરાજકતા ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 


શું છે ઘટના
મહત્વનું છે કે અખિલેશની પત્રકાર પરિષદ દરમિયાન તે સમયે હંગામો થયો જ્યારે તેમને એક નેશનલ ન્યૂઝ ચેનલના રિપોર્ટરે સવાલ કર્યો. મીડિયા રિપોર્ટ અનુસાર પત્રકારના સવાલ પર ભડકેલા અખિલેશ યાદવે કહ્યુ કે, ત્યારે સવાલ ભાજપને પણ પૂછો? શું ભાજપના જ સવાલ પૂછશો? ત્યારબાદ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ પત્રકારો પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો અને સંબંધિત પત્રકારો પર હુમલો કર્યો. ધક્કા-મુક્કીમાં પત્રકારો નીચે પડી ગયા અને તેમને ઈજા થઈ છે. 


આ પણ વાંચોઃ આ રાજ્યમાં ફરી કોરોનાએ ડરાવ્યા, એક દિવસમાં 15000 નવા કેસ


સૂત્રોનું કહેવું છે કે અખિલેશ યાદવને પૂછેલા સવાલ પર તેમના ગનર અને બોડીગાર્ડે પત્રકારો પર હુમલો કર્યો. આ દરમિયાન બચાવમાં આવેલા અન્ય પત્રકારોને ઈજા થઈ હતી. તો ઘટના બાદ અખિલેશ યાદવે મીડિયાકર્મીઓની માફી માંગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube