સાગર : મધ્યપ્રદેશનાં સાગર જિલ્લાની એક કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ કથિત રીતે રાષ્ટ્રીય ધ્વજના અપમાન મુદ્દે ફરિયાદ દાખલ કરવા માટેની પરવાનગી આપી છે. કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની પરવાનગી 5 વર્ષ જુના કેસમાં મળી ચુકી છે. રાજેન્દ્ર મિશ્રા નામનાં એક વ્યક્તિએ કોર્ટમાં અરજી દાખલ કરતા કહ્યું હતું કે, 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન કેજરીવાલ સહિત AAPના કાર્યકર્તાઓએ ચૂંટણી ચિન્હ ઝાડુને ત્રિરંગાની સાથે લહેરાવ્યું હતું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજદારે ઝાડુની સાથે જ ત્રિરંગો લહેરાવવા અંગે તેને રાષ્ટ્રધ્વજનું અપમાન ગણાવ્યું હતું અને કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી. કોર્ટે આ મુદ્દે ફરિયાદ દાખલ કરીને પરવાનગી માંગી છે. અરવિંદ કેજરીવાલ તથા આપ કાર્યકર્તાઓની વિરુદ્ધ બવે સાગર, બીના, ખુરઇ અને દિલ્હી મુદ્દે ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ મુદ્દે ફરિયાદ દાખલ થવાનાં કારણે દિલ્હીની ગાદી પર બેઠેલા અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે.

હાલ કેજરીવાલ અથવા આમ આદમી પાર્ટી તરફથી કોઇ જ નિવેદન આવ્યું નથી. હાલ તો પોલીસ દ્વારા કોર્ટનાં ઓર્ડરની કોપીની રાહ જોવામાં આવી રહી છે. તેનો અભ્યાસ કર્યા બાદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે. જો કેસ દાખલ થાય છે તો કેજરીવાલ વિરુદ્ધ વધારે એક કેસ થશે. રાષ્ટ્ર ધ્વજનું અપમાન એક ગંભીર ગુનો હોવાની સાથે સાથે પાર્ટીની છાપ પર પણ ખુબ જ ખરાબ અસર પડી શકે છે.