કોલકાતા: કોલકાતાની કેનિંગ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા બાગડી માર્કેટની કેટલીક દુકાનોમાં રવિવારે વહેલી સવારે 2.45 વાગે આગ લાગી ગઈ. આગની ચપેટમાં મોટી સંખ્યામાં દુકાનો આવી ગઈ છે. જો કે હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જે સતત આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. આ સાથે જ બાગડી બજારની આસપાસની ઈમારતોમાંથી લોકોને સુરક્ષા કારણોસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 



કોલકાતાના મેયર સોવન ચેટરજીનું કહેવું છે કે સાંકડી ગલીઓ અને મોટી સંખ્યામાં ઈમારતો હોવાના કારણે ફાયરની ગાડીઓને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.