Delhi Lucknow Shatabdi Express દિલ્હી-લખનઉ શતાબ્દી ટ્રેનમાં લાગી આગ, તમામ મુસાફરો સુરક્ષિત
ગાજિયાબાદ રેલવે સ્ટેશન (Ghaziabad Railway Station) પર સવારે સાત વાગે લખનઉ જઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Expres) માં આગ લાગી ગઇ છે. તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
ગાજિયાબાદ: ગાજિયાબાદ રેલવે સ્ટેશન (Ghaziabad Railway Station) પર સવારે સાત વાગે લખનઉ જઇ રહેલી શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Expres) માં આગ લાગી ગઇ છે. તાત્કાલિક 6 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, ત્યારબાદ જોવા મળ્યું કે આગ ટ્રેનની સૌથી છેલ્લી બોગીના જનરેટર કાર તથા લગેજમાં આગ લાગી છે. તાત્કાલિક બોગીને ટ્રેનના અન્ય ભાગમાંથી અલગ કરી આગ ઓલવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. આગના લીધે બોગીના બે દરવાજા ખુલી રહ્યા નથી. જેને તોડીને આગ ઓલવવામાં આવી. રાહતની વાત એ છે કે કોઇ જાનહાનિ થઇ નથી. તમામ મુસાફરો સુરક્ષિત છે.
આગ લાગવાનું કારણ સ્પષ્ટ નહી
ચીફ ફાયર ઓફિસર સુશીલ કુમારે જણાવ્યું કે આજે સવારે લગભગ 7 વાગે શતાબ્દી એક્સપ્રેસ (Shatabdi Expres) ના જનરેટર કાર અને પાર્સલ કોચમાં આગ લાગી હતી. બોગીને તાત્કાલિક ટ્રેનથી અલગ કરવામાં આવી હતી. 4 ફાયર બ્રિગેડની ગાડીઓએ કાચ તોડીને આગ ઓલવી હતી. જોકે કોઇ જાનહાનિ થઇ નથી. આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.