તેલંગણાના સિકંદરાબાદમાં એક ઈ બાઈક શોરૂમમાં આગ લાગવાથી આઠ લોકોના ભૂંજાઈને મોત નિપજ્યા. જ્યારે અનેક લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ ઘટના સોમવાર સાંજની છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી આનંદે કહ્યું કે આઠ લોકોના મોતના સમાચાર છે. ઘાયલોને ગાંધી અને યશોદા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાર્જિંગ યુનિટમાં શોર્ટ સર્કિટથી આગ
ફાયરની બે ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે ઝઝૂમી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુનિટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી. આગમાં અનેક ઈ બાઈક પણ બળીને ખાખ થઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર શોરૂમમાં આગ લાગ્યા બાદ ઈમારતના ઉપરના માળે આવેલા રૂબી લોજમાં ભારે ધૂમાડો ફેલાઈ ગઓ. ફાયર કર્મીઓએ 9 લોકોને બચાવવામાં સફળતા મેળવી. 


આ  ઘટનાથી ઈમારતમાં ખળભળાટ મચી ગયો. કેટલાક મહેમાનોએ કથિત રીતે પોતાને બચાવવા માટે બારીઓમાંથી છલાંગ મારી. રાજ્યના પશુપાલન મંત્રી ટી શ્રીનિવાસ યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ તથા રાહત અભિયાનની નિગરાણી કરી રહ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube