ગોવા એરપોર્ટ પર એકાએક આગ ફાટી નીકળી, પ્રવાસીઓના જીવ તાળવે ચોંટ્યા
ગોવા એરપોર્ટ પર આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી છે. એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ નેવીના મિગ 29ના વિમાનની ડ્રોપ ટેંક અચાનક નીચે પડી ગઈ.
નવી દિલ્હી: ગોવા એરપોર્ટ પર આજે બપોરે આગ લાગવાની ઘટના સામે આવી છે. એરપોર્ટથી ઉડાણ ભર્યા બાદ નેવીના મિગ 29ના વિમાનની ડ્રોપ ટેંક અચાનક નીચે પડી ગઈ. જેનાથી એરપોર્ટ પર આગ લાગી. આગની આ ઘટનાઓ બાદ એરપોર્ટ થોડા કલાકો માટે બંધ કરી દેવાયુ હતું જો કે છેલ્લે મળતી માહિતી મુજબ ફ્લાઈટ્સ શરૂ કરી દેવાઈ છે. આગની જેની સીધી અસર ગોવા એરપોર્ટ પર આવતી જતી ફ્લાઈટ પર પડી. ફ્લાઈટ્સને રોકી દેવાઈ હતી.
ભારતીય નેવીના પ્રવક્તાના જણાવ્યાં મુજબ આ ઘટના બાદ ગોવા એરપોર્ટના વિમાનોની અવરજવર શરૂ કરવા માટે ખુબ કોશિશો કરવામાં આવી. નેવીનું મિગ 29 વિમાન સંપૂર્ણ સુરક્ષિત છે. અત્રે જણાવવાનું કે વિમાનની બહારના ભાગમાં લાગેલા ફ્યુલ ટેંકને ડ્રોપ ટેંક કહે છે. જેમાં વધારાનું ફ્યુલ ભરેલુ હોય છે.
જુઓ LIVE TV