નવી દિલ્હી: દિલ્હીમાં ઉપરાછાપરી આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે. ગુરુવારે દિલ્હીના નારાયણા ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ ફાટી નીકળી. આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 20 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલાયમસિંહે PM મોદીના ભરપેટ વખાણ કરતા વિરોધીઓ સ્તબ્ધ, આઝમ ખાને આપ્યું ચોંકાવનારું નિવેદન 


મળતી માહિતી મુજબ આ ફેક્ટરીમાં ગિફ્ટ આર્ટિકલ બનાવવામાં આવે છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. હજુ કોઈ જાનમાલની હાનિના સમાચાર નથી. 


દિલ્હી: પશ્ચિમપુરીમાં મધરાતે ભીષણ આગ લાગી, 250 જેટલા ઝૂપડાં બળીને ખાખ 


અત્રે જણાવવાનું કે આ અગાઉ મંગળવારે એક હોટલમાં ભીષણ આગ લાગી હતી જેમાં 17 લોકોના મોત થયા હતાં. દિલ્હી પોલીસે હોટલ અર્પિત પેલેસના જનરલ મેનેજર અને મેનેજરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બુધવારે પશ્ચિમપુરી વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી. આ આગમાં લગભગ 250 જેટલા ઝૂપડાં બળીને ખાખ થઈ ગયાં. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...