ફરીદાબાદની પ્રાઈવેટ સ્કૂલમાં આગ લાગી, સ્કૂલ સંચાલકના 2 બાળકો અને પત્નીના મોત
હરિયાણાના ફરીદાબાદમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ડબુઆ કોલોનીમાં આવેલી એક પ્રાઈવેટ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી.
ફરીદાબાદ: હરિયાણાના ફરીદાબાદમાં એક પ્રાઈવેટ સ્કૂલમાં આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. ડબુઆ કોલોનીમાં આવેલી એક પ્રાઈવેટ સ્કૂલમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી. આગની આ ઘટના સવારે સાત વાગ્યાની છે. આ આગની ચપેટમાં સ્કૂલની ઉપર રહેતો સંચાલકનો પરિવાર પણ આવી ગયો. જેમાં સ્કૂલ સંચાલના બે બાળકો અને પત્નીનું મોત થયું.
આજે સવારે ડબુઆના એએનડી કોન્વેન્ટ સ્કૂલની ઈમારતમાં અચાનક આગ લાગી ગઈ અને શાળાની બિલ્ડિંગની ઉપર રહેતા સ્કૂલના સંચાલકના પરિવારના બે બાળકો અને એક મહિલા આગની ચપેટમાં આવી ગયાં. સ્કૂલમાંથી ઉંચે ઉઠી રહેલા કાળા ધુમાડાને જોતા જ બૂમાબૂમ મચી ગઈ. અફડાતફડીમાં કેટલાક સ્થાનિક લોકો તેમને બચાવવા માટે દોડ્યા અને ફાયર બ્રિગેડને સૂચના આપી. ત્યારબાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...