નવી દિલ્હી/ લખનઉ: લખનઉના ચારબાગ રેલવે સ્ટેશન પાસે હોટલ વિરાટ ઇન્ટરનેશનલમાં મંગળવારે (19 જૂન)ની સવારે ભયંકર આગ લાગી ગઇ. આ આગમાં ઘણા પર્યટકો ફસાયા. જાણકારી અનુસાર અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા, જેમને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સારવાર દરમિયાન 5 લોકોના મોત નિપજ્યા છે. આગના લીધે હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે એક બ્લાસ્ટ સાથે હોટલમાં આગ લાગી અને જોતજોતાંમાં આગે સમગ્ર હોટલને ચપેટ લઇ લીધી. આગની સૂચના બાદ ફાયર બ્રિગેડ વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો, હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે પાંચ થયો અકસ્માત
મળતી માહિતી અનુસાર ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગે થઇ હતી. એક બ્લાસ્ટ સાથે હોટલમાં આગ લાગી. હોટલમાં ધુમાડો નિકળતો જોતાં ત્યાં દોડધામ મચી ગઇ. ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી. કલાકોની મહેનત બાદ ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો. 



શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા
એસએસપી દીપક કુમારે જણાવ્યું કે આસપાસના લોકોના અનુસાર સવારે સાડા પાંચ વાગે હોટલમાંથી ધુમાડો નિકળવા લાગ્યો. પોલીસને લગભગ 6.15 વાગે સૂચના આપવામાં આવી. આગના લીધે શોર્ટસર્કિટ થઇ ગઇ હતી. કેસની તપાસ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે પહેલી નજરમાં લાગી રહ્યું છે કે બેસમેંટમાં આગ લાગી અને ઉપરની તરફ આગળ વધી. ઘટના બાદ હોટલનો મેનેજર ફરાર છે.