નવી દિલ્હી: જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં 43 લોકોના મોતના સમાચાર આવ્યા છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી 56 લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણ ઘરમાં લાગી છે, અહીં કાગળની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે. જેના લીધે આગ ફેલાઇ હતી અને તે ત્રણ ઘરના બે માળને પોતાની ચપેટમાં લઇ લીધા હતા. આગ પર કાબૂ મેળવવાનું કામ મેળવવાનું હજુ ચાલુ છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 30 ગાડીઓ આગ ઓલવવાનું કામ કરી રહી છે. બચાવવામાં આવેલા લોકોને બાડા હિંદૂરાવ, રામ મનોહર લોહિયા, એલએનજેપી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એલએનજેપી હોસ્પિટલે 10 લોકોના મોતની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. 
 
તમને જણાવી દઇએ કે આ વિસ્તારની સાંકળી ગળીઓ છે. જોકે અહીંથી થોડા ડગલાં દૂર મોડલ વસ્તી ફાયર સ્ટેશન છે પરંતુ સાંકડી ગલીઓના લીધે ફાયરની ગાડીઓ લઇને અંદર પહોંચી ન શકાય. જેના લીચે બચાવ કાર્યમાં મોડું થાય અને તેના લીધે કેઝુઅલ્ટીની સંખ્યા વધી ગઇ. એવું કહેવામાં આવી રહ્યું છે કે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube