ભારતીય રેલવેમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ઈટાવામાં હમસફર ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. રેલવે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ટ્રેન દિલ્હીથી દરભંગા જઈ રહી હતી. ઘટનાસ્થળે અનેક ટોચના અધિકારીઓ હાજર છે. છઠના કારણે ટ્રેનમાં ભારે ભીડ હતી. સીપીઆરઓ, ઉત્તર મધ્ય રેલવેએ કહ્યું કે  ઘટના પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે જ્યારે ટ્રેન સંખ્યા 02570 દરભંગા ક્લોન સ્પેશિયલ ઉત્તર પ્રદેશના સરાય ભોપત રેલવે સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે S-1 કોચમાં ધૂમાડો જોઈને સ્ટેશન માસ્ટરે તરત ટ્રેન રોકી દીધી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા. કોઈ જાનહાનિના સમાચાર નથી. ટ્રેન જલદી રવાના કરી દેવામાં આવશે. 


ઘટનાસ્થળેથી આવેલા તસવીરો અને વીડિયોથી અંદાજો લગાવી શકાય કે અકસ્માત કેટલો ખતરનાક બની શકે તેમ હતો. ફાયર બ્રિગેડની મદદથી આગ પર  કાબૂ મેળવી લેવાયો છે.