શું કોઈ ષડયંત્ર અંતર્ગત કોરોના વેક્સીન કંપનીમાં લાગી આગ? CMએ કહી આ વાત
મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શુક્રવારે કહ્યું હતું કે, પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (Serum Institute of India) પ્રાંગણમાં લાગેલી આગ દુર્ઘટના હતી અથવા કોઈએ ઇરાદાપૂર્વક કરી હતી
પુણે: મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શુક્રવારે કહ્યું હતું કે, પુણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના (Serum Institute of India) પ્રાંગણમાં લાગેલી આગ દુર્ઘટના હતી અથવા કોઈએ ઇરાદાપૂર્વક કરી હતી, આ તપાસ પૂરી થયા બાદ ખબર પડશે. તમને જણાવી દઈએ કે ઇન્સ્ટિટ્યૂટના મંજરી કેમ્પસમાં અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આગમાં 5 કામદારોનાં મોત થયા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં દૂર્ઘટના અથવા ષડયંત્ર?
સીએમ ઠાકરેએ ઘટનાસ્થળની મુલાકાત લીધા પછી પત્રકારોને જણાવ્યું હતું કે, તપાસ પૂરી થવા દો. અત્યારે કંઇ કહેવું યોગ્ય નથી. તપાસ પૂર્ણ થયા પછી આપણે જાણીશું કે તે અકસ્માત હતો કે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું હતું. '
આ પણ વાંચો:- આંદોલનમાં જીવ ગુમાવનાર કિસાનોના પરિવારને આપશે 5 લાખ અને નોકરી: અમરિન્દર સિંહ
વેક્સીન ઉત્પાદન પ્રભાવિત નથી થયું
ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાએ (Adar Poonawalla) જણાવ્યું હતું કે, આગથી કોવિશિલ્ડ રસીના (Covishield Vaccine) ઉત્પાદન પર અસર થઈ નથી પરંતુ રોટાવાયરસ અને બીસીજી (ટીબી) રસી ઉત્પાદન એકમોને નુકસાન થયું છે. તેમણે કહ્યું, 'આ આગને કારણે આશરે 1000 કરોડનું આર્થિક નુકસાન થયું છે.'
આ પણ વાંચો:- Corona Vaccine મામલે મોટી બેદરકારી, બરબાદ થયા 1000 ડોઝ; તપાસના આદેશ
નોંધનીય છે કે કોવિડ-19ની (Covid-19) કોવિશિલ્ડની વેક્સીન સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના મંજરી કેમ્પસમાં બનાવવામાં આવી રહી છે. આ રસીનો ઉપયોગ ભારત સહિત અન્ય ઘણા દેશોમાં પણ થઈ રહ્યો છે. જ્યાં બિલ્ડિંગમાં આગ હતી તે કોવિશિલ્ડ પ્રોડક્શન યુનિટથી લગભગ એક કિલોમીટર દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube