મુંબઇ: પરેલ ક્રિસ્ટલ ટાવરના 12મા માળે લાગી આગ, ગૂંગળામણના લીધે 4 લોકોના મોત, 16 ઘાયલ
10 થી 12 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ક્રિસ્ટલ ટાવરમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે, જેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.
નવી દિલ્હી/ મુંબઇ: સાઉથ મુંબઇના પરેલ વિસ્તારમાં સ્થિત ક્રિસ્તલ ટાવરમાં બુધવારે સવારે આગ લાગી હતી. ટાવરના 12મા માળે આ આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ક્રિસ્ટલ ટાવર, રહેણાંક બિલ્ડીંગ છે. આગની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 10 થી 12 ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. મળતી માહિતી અનુસાર શ્વાસ રૂંધાવાના લીધે અત્યાર સુધી 4 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે લગભગ 16 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. બધાને સારવાર માટે કેઇએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે, જેમને રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર જે ટાવરમાં આગ લાગી છે, ત્યાં 15 માળની બિલ્ડીંગ છે. હજુ ફાયર બ્રિગેડ ફસાયેલા લોકોને બચાવવાનું કામ કરી રહી છે. આ સેકેંડ લેવરની આગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જે ખતરનાક માનવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે 12મા માળથી આગથી નીચે તરફ વધી રહી છે. 10 થી 12 ગાડીઓ આગ ઓલવવાનું કામ કરી રહી છે. ક્રેન દ્વારા લોકોને બચાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ફાયર બ્રિગેડ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે હિન્દમાતા સિનેમા પાસે આવેલા ક્રિસ્ટલ ટાવરના 12મા માળે આગ લાગવાની સૂચના ફાયર બ્રિગેડ વિભાગને સવારે 8:32 વાગે મળી હતી. મુંબઇ ફાયર બ્રિગેડ વિભાગના પ્રમુખ પી. એસ. રહાંગદળે જણાવ્યું હતું કે આગ લાગવાના લીધે ધૂમાડો ઝડપથી વધી ગયો અને બિલ્ડીંગમાં રહેતા લોકોને સીડીઓ વગેરે જગ્યાએ ફસાઇ ગયા, જેમને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે.