નવી દિલ્હી: દિવાળીના અવસર પર ફટાકડાથી થનાર પ્રદૂષણ (Pollution) પર પ્રતિબંધ લગાવવા માટે રાજ્ય સરકારોએ કમર કસી લીધી છે અને કેટલાક રાજ્યોએ ફટાકડા સળગાવવા પર પ્રતિબંધ (Firecrackers banned on Diwali) લગાવી દીધો છે. જ્યારે કેટલીક રાજ્ય સરકારોએ ગ્રીન ફટાકડા સળગાવવાની અનુમતિ આપી છે. જોકે તેના માટે સમય સીમા નક્કી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફટાકડા સળગાવતા થાય છે ખતરનાક અસર
ફટાકડા સળગાવવાથી વધુ વસ્તીવાળા શહેરોમાં વાયૂ પ્રદૂષણ વધી જાય છે, જે શિયાળાની સિઝનમાં હવામાનમાં એરક્વોલિટી પહેલાં જ ખરાબ સ્થિતિમાં છે. કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) વચ્ચે ફટાકડા સળગાવવા વધુ ખતરનાક છે, કારણ કે પ્રદૂષણથી ઇમ્યૂનિટી નબળી પડી જાય છે અને લોકોને શ્વાસ લેવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે. 


ઘણા રાજ્યોએ ફટાકડા પર લગાવ્યો પ્રતિબંધ
આ કારણોને ધ્યાનમાં રાખતાં ઘણી રાજ્ય સરકારોએ ફટાકડાના ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ખરીદવા અને વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં ફક્ત ગ્રીન ફટાકડા સળગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જોકે તેના માટે સમય સીમા નક્કી કરવામાં આવી છે. 

Anupama ની સીધી સાદી વહૂ નિધિ શાહનો ગ્લેમર અવતાર, ન્હાતા ફોટા શેર કરી વટાવી બોલ્ડનેસની તમામ હદો


દિલ્હીમાં ફટાકડા સંપૂર્ણપણે બેન
દિલ્હીમાં દર વર્ષે શિયાળો આવતાં જ એર ક્વોલિટી ઇંડેક્સ (AQI) ખરાબ સ્તર પર પહોંચી જાય છે અને તેને જોતાં દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (Delhi Pollution Control Committee) એ 1 જાન્યુઆરી 2022 સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દિલ્હી સરકારે પ્રદૂષણ પર કંટ્રોલ માટે ફટાકડાના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. 


ઓડિશામાં પણ ફટાકડા પર પ્રતિબંધ
તહેવારની સીઝનમાં ઓડિશા સરકાર (Odisha Govt) એ પણ ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સરકરે સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે 'સામાન્ય જનતાના સ્વાસ્થ્યની રક્ષા કરવા અને સંક્રમણના પ્રસારને રોકવા માટે આ તહેવારના મહિના દરમિયાન ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. 


રાજસ્થાનમાં 2 કલાક જ ફોડી શકશો ગ્રીન ફટાકડા
પ્રદૂષણના હાનિકારક પ્રભાવ અને કોરોના વાયરસની ત્રીજી લહેરના ખતરાને જોતાં રાજસ્થાન સરકારે 1 ઓક્ટોબરથી ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્ય સરકારે આ વર્ષે દિવાળી પર ગ્રીન ફટાકડા ફોડવા અને વેચાણની અનુમતિ આપી છે. એનસીઆર ક્ષેત્રને છોડીને અન્ય જિલ્લામાં દિવાળી પર બે કલાક એટલે કે રાત્રે 8 થી 10 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડી શકશો. 


પંજાબમાં ફટાકડા પર સંપૂર્ણપણે પ્રતિબંધ
રાજ્ય સરકારે પંજાબમાં ફટાકડાના ભંડાર, વિતરણ, વેચાણ, ઉપયોગ અને નિર્માણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે તહેવારો પર સરકાર દ્વારા ગ્રીન ફટાકડાના ઉપયોગ અને વેચાણની અનુમતિ આપવામાં આવી છે. પ્રદેશમાં દિવાળીની રાત્રે 8 થી 10 વાગ્યા સુધી લોકો ફટાકડા ફોડી શકશે. 


પશ્વિમ બંગળમાં ગ્રીન ફટાકડા સળગાવવાની અનુમતિ
પશ્વિમ બંગાળમાં વાયુ પ્રદૂષણને જોતાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે દિવાળી અને છઠ્ઠ પૂજા પર ગ્રીન ફટાકડા ફોડવાની અનુમતિ રહેશે. તેના માટે બે કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. લોકો દિવાળીની રાત્રે 8 થી 10 વાગ્યા સુધી અને છઠઠ પૂજા પર સાંજે 6 થી 8 વાગ્યા સુધી ગ્રીન ફટાકડા ફોડી શકશે. 

Dhanteras 2021 Shopping Shubh Muhurat: આજે બની રહ્યો છે શુભ યોગ, આ મુહૂર્તમાં ખરીદી કરવાથી થશે ત્રણ ગણો લાભ


આ રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ
બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા ઘણા અન્ય રાજ્યોએ તહેવારની સિઝનમાં પ્રદૂષણના સ્તરને જોતાં કેટલાક જિલ્લામાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. છત્તીસગઢ સરકારે એક વિશિષ્ત સમય નિર્ધારિત કર્યો છે જ્યારે લોકો ફટાકડા ફોડી શકે છે. મહારાષ્ટ્ર સરકારે ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો નથી, પરંતુ લોકો આ વર્ષે ફટાકડા ફોડવાનું ટાળવા માટે અનુરોધ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube