Ashok Gehlot Sonia Gandhi Meeting: રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા માટે તૈયાર થઇ ગયા છે. તેમણે કહ્યું કે પાર્ટી જો જવાબદારી આપશે, તેને નિભાવીશ અને પાર્ટી તેને કહે છે કે તે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી ભરશે. આજે દિલ્હીમાં ગેહલોત પાર્ટી સુપ્રીમો સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ તેનાથી પણ મોટા સમાચાર એ છે કે જો તે કોંગ્રેસ અધ્યક્ષ બને છે તો શું તે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહેશે કે નહી. તેને લઇને સસ્પેંસ બનેલું છે. અશોક ગેહલોતના વલણથી તો એવું લાગે છે કે તે મુખ્યમંત્રી પદ છોડવા માંગતા નથી. જ્યારે તેમને એક વ્યક્તિ, એક પદને લઇને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો ગેહલોતે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં કોઇપણ ઉભું રહી શકે છે ભલે તે મંત્રી હોય અથવા મુખ્યમંત્રી. અટકળો તો એ પણ છે કે જો અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટાય છે તો સચિન પાયલોટને રાજસ્થાનની કમાન સોંપવામાં આવી શકે છે. 


કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીમાં કેટલા દાવેદાર


 અશોક ગેહલોત- નામાંકન દાખલ કરશે


રાહુલ ગાંધી- ચૂંટણી લડવા પર સંશય


શશિ થરૂર- દાવેદારીની ઇચ્છા વ્યક્ત કરી


અશોક ગેહલોતની પ્રોફાઇલ


રાજસ્થાનના 3 વાર મુખ્યમંત્રી


ગાંધી પરિવારના અંગત


પાર્ટીનો મોટો OBC ચહેરો


કેન્દ્ર અને સંગઠનનો 40 વર્ષનો અનુભવ


હિંદી બેલ્ટમાં પાર્ટીને આપી શકે છે મજબૂતી


રાહુલને મનાવવાનો અંતિમ પ્રયત્ન કરીશ 
દિલ્હી પહોંચતાં ગેહલોતે એ પણ કહેવામાં આવ્યું કે તે કોચ્ચિ જઇને રાહુલ ગાંધીને આ વાત માટે મનાવવાનો અંતિમ પ્રયાસ કરશે કે તે પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળશે. તેમનું કહેવું હતું કે રાહુલ ગાંધી સાથે વાતચીત કર્યા બાદ જ નક્કી કરશે કે આગળ શું કરવાનું છે. ગેહલોતે કહ્યું કે 'મારે કોંગ્રેસની સેવા કરવાની છે. જ્યાં પણ મારો ઉપયોગ છે, હું ત્યાં તૈયાર રહીશ. જો પાર્ટીને લાગે છે કે મારી મુખ્યમંત્રીના રૂપમાં જરૂર છે, અથવા અધ્યક્ષના રૂપમાં વધુ જરૂર છે તો હું ના પાડી શકીશ નહી. 


'જો શક્ય તો કોઇ પદ પર નહી રહું'
ગેહલોતે કહ્યું ' જો શક્ય હોય તો કોઇ પદ પર નહી રહું. હું રાહુલ ગાંધી સાથે રસ્તા પર ઉતરું અને ફાસીવાદી લોકો વિરૂદ્ધ મોરચો ખોલું. તેમનું કહેવું હતું. મને પાર્ટીએ બધુ જ આપ્યું છે, આજે જો પાર્ટી સંકટમાં છે તો તેમના (ભાજપ) ના કારનામાના કારણે છે, કોઇ અમારી ભૂલોથી નથી. આજે જે સ્થિતિ છે તેમાં કોંગ્રેસનું મજબૂત થવું જરૂરી છે. કોંગ્રેસની મજબૂતી માટે જ્યાં જરૂર હશે, ત્યાં ઉભો રહીશ. 


'અત્યારે પણ હું સીએમ છું'
શશિ શરૂર સાથે અધ્યક્ષપદની ચૂંટણીમાં મુકાબલાની સંભાવના વિશે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે 'મુકાબલો હોવો જોઇએ જેથી લોકોને ખબર પડે કે પાર્ટીમાં આંતરિક લોકતંત્ર છે. શું ભાજપમાં ખબર પડે છે કે રાજનાથ સિંહ કેવી રીતે અધ્યક્ષ બની ગયા અને જેપી નડ્ડા કેવી રીતે અધ્યક્ષ બની ગયા? તેમને પૂછવામાં આવ્યું કે અધ્યક્ષ બની જતાં રાજસ્થાનના મુખ્યમંત્રીની જવાબદારી કોણ સંભાળશે તો તેમણે કહ્યું 'અત્યારે તો હું મુખ્યમંત્રી છું'. 


આ છે શિડ્યૂલ
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટીફિકેશન 22 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે અને ઉમેદવારી દાખલ કરવાની પ્રક્રિયા 24 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઉમેદવારી પરત લેવાની અંતિમ તારીખ આઠ ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવાર હશે તો 17 ઓક્ટોબરના રોજ મતદાન થશે અને પરિણામ 19 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.