નવી દિલ્હી: જામિયા નગરમાં પ્રોટેસ્ટ દરમિયાન ગોળી ચાલી હતી. ગોળી વાગવાથી એક વિદ્યાર્થીને ઇજા પહોંચી છે. પોલીસે ગોળી ચલાવનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગોળી ચલાવનાર કોણ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામિયામાં નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું. ત્યારે એક વ્યક્તિના હાથમાં પિસ્તોલ લઇને ત્યાં આવી પહોંચ્યો. કહેવામાં આવી રહ્યો છું કે આ વ્યક્તિ પોલીસ અને મીડિયાને ધમકાવી રહ્યો હતો અને તેને વિદ્યાર્થીઓ તરફથી પિસ્તોલ પકડી છે. 


આ દરમિયાન ગોળી ચાલી જોકે એક વિદ્યાર્થીને વાગી ગઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘાયલ વિદ્યાર્થી જામિયા યૂનિવર્સિટીનો છે. તો બીજી તરફ દિલ્હી પોલીસે કહ્યું છે કે તે ગોળીબારીની આ ઘટનાની તપાસસ કરી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube