ગાજિયાબાદ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પર જીવલેણ હુમલો થયો છે. નંદકિશોર ગુર્જર ગાજિયાબાદના લોની વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે. રવિવારે રાતે બાઇક સવાર બદમાશોએ તેમની કાર પર તાબડતોડ ફાયરિંગ કર્યું, જોકે તેમના સુરક્ષા ગાર્ડોએ જવાબી ફાયરિંગ કરતાં પોલીસ ચોકી સુધી સુરક્ષિત પહોંચાડીને તેમનો જીવ બચાવી લીધો. ફર્રખનગર પોલીસ ચોકીમાં સંતાઇને ધારાસભ્યએ પોતાનો જીવ બચાવ્યો. પોલીસનું કહેવું છે કે ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર રવિઆરે રાત્રે મવાણામાં આરએસએસની બેઠકમાં ભાગ લઇને પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક સવાર હુમલાવરો તેમની ગાડીને ટાર્ગેટ બનાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના ધારાસભ્યનું કહેવું છે કે બે બાઇક પર ચાર હુમલાવરો હતા. તેમણે તેમની ગાડીને સામે આવતાં જોઇ બંને સાઇડથી ફાયરિંગ શરૂ કરી દીધું. તેમણે ગાડીમાં પોતાનું માથું નીચે કરીને જેમ-તેમક અરીને પોતાનો જીવ બચાવ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં નંદકિશોર ગુર્જરે પોતાના પર જીવલેણ હુમલાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે પોલીસ પાસે સુરક્ષાની પણ ડિમાંડ કરી હતી, પરંતુ તેમને વધારાની સુરક્ષા આપવામાં આવી ન હતી. 


હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં પોલીસ કોબિંગ શરૂ થઇ ગયું છે. હુમલાવરોને શોધવા માટે પોલીસ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. જોકે હજુ સુધી હુમલાવરો વિશે ખબર પડી નથી. ધારાસભ્ય નંદકિશોર ગુજર્તે પણ ફરિયાદ પત્રમાં કોઇના ઉપર આશંકા વ્યક્ત કરી નથી. તેમણે હુમલાવરોને અજ્ઞાત ગણાવ્યા છે.