આગરા લખનઉ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, ટ્રોલીમાં બસ ઘુસી જતાં 14ના મોત, 24ને ઇજા
યૂપી (UP)ના ફિરોજાબાદ (Firozabad)માં આગરા લખનઉ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ગત રાત્રે એક ડબર ડેકર વોલ્વો બસ રોડ પર ઉભેલી ટ્રોલીમાં ઘુસી ગઇ. આ ભીષણ અકસ્માતમાં 14 મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે 24થી વધુ અન્ય લોકો ઘાયલ થયા છે, તેમાં લગભગ 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
લખનઉ: યૂપી (UP)ના ફિરોજાબાદ (Firozabad)માં આગરા લખનઉ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં ગત રાત્રે એક ડબર ડેકર વોલ્વો બસ રોડ પર ઉભેલી ટ્રોલીમાં ઘુસી ગઇ. આ ભીષણ અકસ્માતમાં 14 મુસાફરોના મોત નિપજ્યા છે, જ્યારે 24થી વધુ અન્ય લોકો ઘાયલ થયા છે, તેમાં લગભગ 7 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ફિરોજાબાદને એસપી સચિંદ્વ પટેલે જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાની ઘટના છે. માઇલ સ્ટોન 71/3 પોલીસ સ્ટેશન નગલા ખંગર ક્ષેત્રમાં દિલ્હીથી બિહાર જઇ રહેલી પ્રાઇવેટ વોલ્વો બસ રસ્તા પર ઉભેલી ટ્રોલી સાથે ટકરાઇ ગઇ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અત્યાર સુધી કુલ 14 મુસાફરોના મોત થયા છે. તેમાંથી 5 લોકોના મોત સૈફઇ હોસ્પિટલમાં થયા છે, જ્યારે 2 ડઝનથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત છે, જેમાં 5ની હાલત અતિ ગંભીર છે. એસએસપી ફિરોજાબાદ સહિત અન્ય અધિકારી ઘટનાસ્થળે હાજર છે. ઘાયલોને સૈફઇના પીજીઆઇમાં ભરતી કરવામાં આવ્યા છે. હજુ સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ટક્કર એટલી ભયંકર હતી કે બસના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
અકસ્માત બાદ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે ટીમ ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી છે. હજુ ઘટનાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ તો ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું, અથવા તો દારૂના નશામાં હતો. જોકે પોલીસ કેસની તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube