જમ્મુ: દર વર્ષે આયોજિત થનારી અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ભગવંતનગરમાં જમ્મુના બેઝ કેમ્પથી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રવાના થયો. આ યાત્રામાં સામેલ થવા માટે દેશના અલગ અલગ ભાગમાંથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. તીર્થયાત્રીઓ કાશ્મીરમાં બાલટાલ અને પહેલાગામના શિબિરો તરફ કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આજે સવારે સુરક્ષા ઘેરામાં રવાના થયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યાત્રાને બુધવારે જમ્મુ અને કાશ્મીરના ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમ, જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલના સલાહકાર બીબી વ્યાસ અને વિજયકુમારે લીલી ઝંડી આપીને રવાના કરી. રાજ્યના રાજ્યપાલના સલાહકાર વિજયકુમારે કહ્યું કે અમરનાથ યાત્રા પ્રત્યેક વર્ષ આયોજિત થનાર એક મહત્વપૂર્ણ અવસર છે. જનતા, સુરક્ષા એજન્સીઓ અને ડેવલપમેન્ટ એજન્સીઓની મદદથી અમારી એ કોશિશ છે કે મુસાફરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય અને યાત્રા આરામથી ચાલતી રહે.



અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓએ કહ્યું કે અમે અમરનાથ યાત્રા પર જઈ રહ્યાં છીએ એ વાતને લઈને ખુબ ખુશ છીએ. અમને અહીં કોઈ પણ પ્રકારનો ડર નથી. ખૂણે ખૂણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. દર વર્ષે સુરક્ષામાં સુધારા થઈ રહ્યાં છે.


3880 મીટરની પગપાળા યાત્રા કરશે મુસાફરો
શ્રદ્ધાળુઓ ગુફા સુધીની 3880 મીટરની મુસાફરી પગપાળા જ કરશે. જમ્મુ સેક્ટરમાં સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ઈન્સ્પેક્ટર જનરલ અભય વીર ચૌહાણે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને સુરક્ષા ઈન્તેજામો પર વાતચીત કરી.


સુરક્ષા પહેલુઓ પર થઈ ચર્ચા
મીટિંગ દરમિયાન સિક્યોરિટી સંબંધિત વિભન્ન પહેલુઓ પર ચર્ચા થઈ. આ દરમિયાન ચૌહાણે રેડિયો ફ્રેકવન્સિ આઈડેન્ટિફિકેશન (આરએફઆઈડી)ની સૌથી સારી આવશ્યકતા ઉપર પણ વાત કરી. તેમણે યાત્રા માટે સીઆરપીએફ દ્વારા રચાયેલી વિશેષ મોટરસાઈકલ સ્ક્વોડની તૈયારીઓની પણ સમીક્ષા કરી.



બે લાખ યાત્રાળુઓ કરાયુ છે રજિસ્ટ્રેશન
અત્રે જણાવવાનું કે સોમવારે રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવતે બાલટાલ બેઝ કેમ્પની મુલાકાત કરી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી. દેશભરમાંથી લગભગ 2 લાખ જેટલા યાત્રાળુઓએ અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.



સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજી અને ગાડીઓનો ઉપયોગ
જમ્મુ અને કાશ્મીરના આઈજી (સીઆરપીએફ)એ અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે વાત કરતા કહ્યું કે અમે સુરક્ષાના ખુબ ઈન્તેજામ કર્યા છે. અમે આધુનિક ટેક્નોલોજી અને ગાડીઓનો ઉપયોગ કરી રહ્યાં છીએ. આ સાથે જ ગત વર્ષની સરખામણીમાં સુપરક્ષા વધારાઈ છે. અમે કોઈ પણ પ્રકારના હુમલા માટે તૈયાર છીએ.