ઝી મીડિયા/બ્યૂરો :મહામારીના ખતરા સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ત્યારે કોરોના વાયરસ (corona virus) ના ઝપેટમાં આવીને ઈટલીથી આવેલ એક મુસાફરનું જયપુરમાં મોત નિપજ્યું છે. જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલે માહિતી આપતા કહ્યું કે, 69 વર્ષીય મુસાફરનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત હતો. આમ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસોની સંખ્યા શુક્રવારે 200 પર પહોંચી ગઈ છે. આજે ગુજરાતમાં પણ કોરોના વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. આમ, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટિવ દર્દીઓનો આંકડો 5 પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનમાં પહેલો કોરોના વાયરસ પોઝીટિવ મળેલ ઈટલીના 69 વર્ષીય મુસાફરનું મોત નિપજ્યું છે. એન્ડ્રી કાર્લી નામના આ શખ્સ રાજસ્થાનની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેના બાદ SMS હોસ્પિટલમાં તેમની ટ્રીટમેન્ટ શરૂ કરાઈ હતી. એન્ડ્રી કાર્લીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સાજા થયા બાદ ઈટલી દૂતાવાસના આગ્રહ પર તેમને ખાનગી હોસ્પિટલ ફોર્ટિસમાં મોકલવામાં આવ્યા હતા. કોરોનાથી ભલે તે સારા થઈ ગયા હતા, પરંતુ તેમની ઈમ્યુન સિસ્ટમ નબળી પડી ગઈ હતી. અહી એન્ડ્રીને ઓક્સિજન સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આ્વયા હતા. પરંતુ હાર્ટ એટેકથી એન્ડ્રીનું મોત નિપજ્યું છે. જોકે, હાલ સમગ્ર મામલાની અધિકારિક રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. 


કોરોનાની આ દવાને લઈને ચીને કર્યો મોટો દાવો


નિર્ભયાના દોષિતોને ફાંસી બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહી દીધી મોટી વાત


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...