લખનઉ: દેશભરમાં પોતાનો પગપેસારો કરી રહેલા કોરોના વાયરસને હરાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ડોક્ટર્સની ટીમ દર્દીઓની સારવાર કરી રહી છે. લખનઉમાં ડોક્ટર્સની મહેનત રંગ લાવી છે. કેનેડાની મહિલા ડોક્ટર લખનઉમાં કોરોનાની પહેલી પોઝિટીવ દર્દી હતી. આ મહિલા ડોક્ટરની સારવાર કેજીએમયૂમાં ચાલી રહી હતી. સારવાદ બાદ આ મહિલાનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનાથી કેજીએમયૂ મેડિકલ સ્ટાફ ખુશી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજીએમયૂમાં થઇ રહી છે 9 દર્દીઓની સારવાર
ગત ગુરૂવારે સાંજે મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેનાથી કેજીએમયૂના ડોક્ટરોનો આત્મવિશ્વાસ બુલંદ થયો છે. આ ભારતીય મૂળની કેનેડાઇ મહિલા ડોક્ટરની અત્યારે વધુ બે વખત તપાસ કરવામાં આવશે. જો આ બંનેવાર પણ મહિલાના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવે છે કે તો તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 


લખનઉનો પહેલો COVID-19 કેસ હતી
તમને જણાવી દઇએ કે કેનેડાના ટોરેન્ટો શહેર નિવાસી ભારતીય મૂળની આ મહિલા ડોક્ટર પોતાના પતિ સાથે 8 માર્ચના રોજ લખનઉના ગોમતી નગરમાં પોતાના સંબંધીઓ સાથે મળવા આવી હતી. આ મહિલાનો COVID-19 ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. મહિલાથી તેના એક સંબંધી યુવકને આ વાયરસનું સંક્રમણ થયું હતું. બંનેની સારવાર કેજીએમયૂમાં ચાલી રહી છે. લખનઉમાં COVID-19 નો આ પહેલો કેસ હતો, જે હવે વધીને 9 સુધી પહોંચી ગયો છે.  


ઉત્તર પ્રદેશમાં COVID-19 ના 25 દર્દી
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા 25 થઇ ગઇ છે. લખનઉમાં COVID-19 ના 9 કેસ સામે આવ્યા છે, નોઇડામાં 6 લોકોમાં આ વાયરસની પુષ્ટિ થઇ છે. આગરામાં આ સંખ્યા 8 છે. ગાજિયાબાદમાં પણ COVID-19 ના બે દર્દી મળ્યા છે. દેશમાં COVID-19 વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 250થી વધુ પહોંચી ગઇ છે. ભારતમાં મુંબઇ COVID-19થી વધુ પ્રભાવિત છે, જ્યાં દર્દીઓની સંખ્યા 60થી વધુ થઇ ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube