જલંધર: પંજાબના જલંધરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ મળી આવતા હડકંપ મચી ગયો છે. જલંધર સિવિલ હોસ્પિટલના ડોક્ટર પરમવીર સિંહે જણાવ્યું કે દર્દી હાલમાં જ કોરોનાથી રિકવર થયો હતો. તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. હાલ કશું કહી શકીએ નહીં. અગાઉ પણ ગ્રીન ફંગસનો એક કેસ આવ્યો હતો પરંતુ તે કન્ફર્મ થઈ શક્યો નહતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રીન ફંગસના દર્દીમાં આ લક્ષણ
ડોક્ટર પરમવીર સિંહે આગળ કહ્યું કે ગ્રીન ફંગસના દર્દીને ઉધરસ, છાતીમાં દુખાવો, અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ગ્રીન ફંગસનું બીજુ નામ Aspergillosis છે. અમે દર્દીની હાલત પર નજર રાખી રહ્યા છીએ. 


મધ્ય પ્રદેશમાં મળ્યો હતો ગ્રીન ફંગસનો કેસ
અત્રે જણાવવાનું કે ભારતમાં ગ્રીન ફંગસ ઉપરાંત બ્લેક ફંગસ, વ્હાઈટ ફંગસ અને યલો ફંગસના કેસ પણ મળી આવ્યા છે. આ જ અઠવાડિયે મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો કેસ મળી આવ્યો હતો. ત્યારબાદ દર્દીને સારવાર માટે મુંબઈ લઈ જવાયો હતો. આ દર્દી પણ કોવિડ-19થી રિકવર થયો હતો. ડોક્ટરોએ જણાવ્યું કે આ દર્દી બ્લેક ફંગસના દર્દીના સંપર્કમાં આવ્યો હતો પરંતુ તેને ગ્રીન ફંગસ થઈ. 


Corona Update: 81 દિવસ પછી 60 હજાર કરતા ઓછા કેસ નોંધાયા, 24 કલાકમાં આટલા લોકોએ ગુમાવ્યા જીવ


અત્રે જણાવવાનું કે બ્લેક ફંગસ ભારતમાં મહામારી એક્ટ હેઠળ અનેક રાજ્યોમાં મહામારી તરીકે જાહેર કરાઈ છે. બ્લેક ફંગસ બાદ બિહારના પટણા અને ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં વ્હાઈટ ફંગસના કેસ પણ મળી આવ્યા હતા. એક્સપર્ટના જણાવ્યાં મુજબ વ્હાઈટ ફંગસ, બ્લેક ફંગસની સરખામણીમાં વધુ જોખમી છે. તે ફેફસા અને શરીરના અન્ય અંગો પર વધુ અસર કરે છે. 


PM Modi ની J&K ના નેતાઓ સાથે થવાની છે મહત્વની બેઠક, પણ આ પાર્ટીએ સામેલ થવાની ના પાડી


ગ્રીન ફંગસ ક્યાં મળી આવે છે?
ગ્રીન ફંગસ Mold Aspergillus ના કારણે થાય છે. તે ઘર કે બહાર ક્યાંય પણ થઈ શકે છે. Mold Aspergillus પર્યાવરણમાંથી મળી આવે છે. તે પાંદડા, ખાતર, ઝાડ-છોડ અને પાકમાં મળી આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube