MP: બ્લેક અને વ્હાઈટ ફંગસ કરતા પણ ખતરનાક છે Green Fungus, આ શહેરમાં મળ્યો પ્રથમ દર્દી
બ્લેક ફંગસ અને કોરોનાની બીજી લહેરમાંથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં તો હવે ગ્રીન ફંગસની નવી બીમારી સામે આવી છે.
ઈન્દોર: બ્લેક ફંગસ અને કોરોનાની બીજી લહેરથી હજુ દેશ બહાર આવ્યો નથી ત્યાં તો હવે ગ્રીન ફંગસની નવી બીમારી સામે આવી છે. મધ્ય પ્રદેશના ઈન્દોર શહેરમાં ગ્રીન ફંગસનો દેશનો પહેલો દર્દી મળી આવ્યો છે. આ દર્દીની મુંબઈમાં સારવાર ચાલુ છે. તજજ્ઞોએ ગ્રીન ફંગસને બ્લેક અને વ્હાઈટ ફંગસની સરખામણીમાં વધુ જોખમી ગણાવી છે.
આ રીતે સામે આવ્યો કેસ
ઈન્દોરના માણેકબાગ રોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષના વિશાલ શ્રીધરને થોડા દિવસ પહેલા કોરોના થયો હતો. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. થોડા દિવસ પછી ઠીક થઈને તેઓ ઘરે પાછા ફર્યા પરંતુ ત્યારબાદ પરેશાની ઊભી થતા ફરીથી હોસ્પિટલોમાં લઈ જવા પડ્યા. શ્રી અરવિંદો ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SAIMS)ના છાતી રોગ વિભાગના પ્રમુખ ડો.રવિ દોશીએ જણાવ્યું કે પહેલા અમને શંકા હતી કે દર્દીને બ્લેક ફંગસ (મ્યુકોરમાઈકોસિસ) સંક્રમણ થયું છે. પરીક્ષણ કર્યા બાદ ખબર પડી કે તેના સાઈનસ, ફેફસા અને બ્લડમાં ગ્રીન ફંગસ(Aspergillosis) ઈન્ફેક્શન થયું છે.
Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાના નવા 62 હજારથી વધુ કેસ, આટલા દર્દીઓએ જીવ ગુમાવ્યા
એરલિફ્ટ કરીને મુંબઈ મોકલવામાં આવ્યા
ડોક્ટરોએ જણાવ્યું કે વિશાલ શ્રીધરના જમણા ફેફસામાં પસ થઈ ગયું હતું. જેને કાઢવાની ખુબ કોશિશ કરાઈ પરંતુ સફળતા મળી નહીં. અનેક લક્ષણો ઉપરાંત તેમને તાવ પણ 103 ડિગ્રીથી નીચે ઉતરતો નહતો. તેમના ફેફસામાં 90 ટકા સંક્રમણ થઈ ગયું હતું. દર્દીને ચાર્ટર્ડ પ્લેનથી મુંબઈ મોકલવામાં આવ્યા છે અને હવે હિન્દુજા હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. ડોક્ટરોનું માનવું છે કે ગ્રીન ફંગસનો દેશમાં આ પહેલો કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube