નવી દિલ્હીઃ 19 એપ્રિલે લોકસભાની ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન યોજાશે.... દેશના 21 રાજ્યોની 102 બેઠકો માટે મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.... જેના માટે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી. પ્રથમ તબક્કામાં આઠ કેન્દ્રીય મંત્રીઓના શાખ પણ દાવ પર છે. ત્યારે પહેલા તબક્કામાં કયા-કયા રાજ્યોમાં ચૂંટણી યોજાશે?.... આ બેઠક પર કયા મોટા ઉમેદવારો રેસમાં છે?... આવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચૂંટણીમાં હવે માત્ર 1 દિવસનો સમય બાકી રહ્યો છે... ત્યારે છેલ્લા દિવસે તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પોતાના ઉમેદવાર અને પક્ષનો પ્રચાર કર્યો... પહેલાં તબક્કામાં કયા રાજ્યની કેટલી બેઠક પર મતદાન થશે તેના પર નજર કરીએ તો..


તમિલનાડુની 39 બેઠક...
રાજસ્થાનની 12 બેઠક.... 
ઉત્તર પ્રદેશની 8 બેઠક...
મહારાષ્ટ્રની 6 બેઠક...
મધ્ય પ્રદેશની 6 બેઠક...
અસમની 5 બેઠક....
ઉત્તરાખંડની 5 બેઠક...
બિહારની 4 બેઠક....
પશ્વિમ બંગાળની 3 બેઠક...
મેઘાલયની 2 બેઠક...
અરૂણાચલ પ્રદેશની 2 બેઠક...
છત્તીસગઢ-જમ્મુ કાશ્મીરની 1-1 બેઠક...
ત્રિપુરા, મિઝોરમ, પુડ્ડુચેરીની 1-1 બેઠક...
સિક્કિમ, નાગાલેન્ડ, મણિપુરની 1-1 બેઠક...
લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારની 1-1 બેઠકનો સમાવેશ થાય છે....


આ પણ વાંચોઃ દુબઈ અને લંડનમાં એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર, ₹1,400 કરોડની છે માલકિન BJPની ઉમેદવાર


2019માં યોજાયેલી ચૂંટણીમાં આ 102 બેઠકમાંથી ભાજપે 40, DMKએ 24 અને 15 બેઠકો કોંગ્રેસે જીતી હતી... જ્યારે 23 બેઠકો પ્રાદેશિક પક્ષોના ખાતામાં ગઈ હતી....  આ વખતે પહેલા તબક્કાની ચૂંટણીમાં કયા મોટા ચહેરા પોતાનું નસીબ અજમાવી રહ્યા છે... તેના પર નજર કરીએ તો....


બિહારની જમુઈ બેઠક પરથી LJPના ચિરાગ પાસવાન....
મધ્ય પ્રદેશની છીંદવાડા બેઠક પરથી કોંગ્રેસના નકુલનાથ....
ઉત્તર પ્રદેશની પીલીભીત બેઠક પરથી ભાજપના જિતિન પ્રસાદ...
પશ્વિમ બંગાળની કૂચબિહાર બેઠક પરથી ભાજપના નિશિથ પ્રમાણિક....
તમિલનાડુની કોઈમ્બતુર બેઠક પરથી ભાજપના કે.અન્નામલાઈ...
તમિલનાડુની થૂથુક્કુડીથી DMKના કનિમોઝી કરૂણાનિધિ...
જયપુર બેઠક પરથી કોંગ્રેસના પ્રતાપસિંહ ખાચરિયાવાસ....
રાજસ્થાનની બિકાનેર બેઠક પરથી ભાજપના અર્જુનરામ મેઘવાલ...
રાજસ્થાનની નાગૌર બેઠક પર RLPના હનુમાન બેનીવાલ...
રાજસ્થાનની ચુરુ બેઠક પરથી કોંગ્રેસના રાહુલ કસ્વાં....
રાજસ્થાનની અલવીર સીટથી ભાજપના ભૂપેન્દ્ર યાદવ ચૂંટણી મેદાનમાં છે.... 


હાલ તો તમામ પક્ષોએ મતદારોને આકર્ષિત કરવા માટે એડીચોટીનું જોર લગાવ્યું છે... ત્યારે મતદારો કોના પર પોતાની પસંદગીનો કળશ ઢોળશે તે તો 4 જૂને મતગણતરીમાં સામે આવશે...