Transgender Couple : આ ટ્રાન્સજેન્ડર કપલ કેરળના છે. કપલે સોશિયલ મીડિયા પર તેમની ઘણી તસવીરો શેર કરી છે અને આ વિશે માહિતી આપી છે. તેમના નામ જિયા અને સહદ છે. જિયાનો જન્મ છોકરા તરીકે થયો હતો અને બાદમાં તે છોકરી બન્યો હતો જ્યારે જહાદ છોકરીમાંથી છોકરો બન્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દિવસોમાં એક કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે જે આવનારા સમયમાં એક બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે. તેમની વાર્તા ખાસ એટલા માટે છે કે તેઓ ટ્રાન્સજેન્ડર કપલ છે. બંનેએ માર્ચમાં તેમના પ્રથમ બાળક અવતરવાની આશા રાખીને બેઠા છે. તેઓએ પોતે જ સોશિયલ મીડિયા પેજ પર આ માહિતી આપી છે. આવો જાણીએ તેમના વિશે.


આ ટ્રાન્સજેન્ડર કપલ કેરળના કોઝિકોડનું છે. તેમના નામ સહદ અને જિયા પાવલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 વર્ષીય સહદ અને 21 વર્ષની ટ્રાન્સ વુમન જિયા છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે. જિયાનો જન્મ છોકરા તરીકે થયો હતો અને બાદમાં તે છોકરી બન્યો હતો જ્યારે સહદ છોકરીમાંથી છોકરો બન્યો હતો.


ભારતની દેશી ગાયો છે પશ્ચિમી દેશોની ગાયો કરતા વધારે મજબૂત


બાળકને સ્કૂલમાં સજા કરવાથી શિક્ષક આરોપી બની જતો નથી, હાઈકોર્ટનો મોટો ચૂકાદો 


10માં ધોરણની બોર્ડ પરીક્ષા નહીં થાય, NEP માં છે નિયમ! જાણો આ દાવાની સચ્ચાઈ


તેની વાર્તા તાજેતરમાં લોકોના ધ્યાન પર આવી જ્યારે જિયાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે હું જન્મથી અથવા મારા શરીરથી સ્ત્રી નથી પરંતુ મારું એક સ્ત્રીનું સપનું હતું કે બાળક મને માતા કહે. અમે ત્રણ વર્ષથી સાથે છીએ. સહદનું સપનું પિતા બનવાનું છે. 


અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, બંને માર્ચ મહિનામાં જ બાળકને જન્મ આપશે. બાળકના જન્મ પછી તેને બ્રેસ્ટ મિલ્ક બેંક દ્વારા દૂધ આપવાની યોજના છે. ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં આ પહેલો કેસ છે જ્યાં આ કપલ બાળકને જન્મ આપવાની યોજના બનાવી રહ્યું છે.


જિયા કોઝિકોડમાં ક્લાસિકલ ડાન્સ ટીચર પણ છે. તેણે કહ્યું કે અમે ત્રણ વર્ષ પહેલાં સાથે રહેવાનું શરૂ કર્યું હતું અને પછી વિચાર્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરોથી અલગ હોવું જોઈએ. એટલા માટે અમે એક બાળક ઈચ્છતા હતા જેથી અમારા પછી આ દુનિયામાં કોઈ હોય, તેથી જ અમે આવો નિર્ણય લીધો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube