Chandrayaan 3 Live: ચંદ્રયાન-3 ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. લેન્ડિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. આ સાથે ભારત ચંદ્ર પર પોતાનો ધ્વજ ફરકાવનાર દેશોની યાદીમાં સામેલ થઈ ગયો છે. ભારત પહેલા માત્ર અમેરિકા, રશિયા અને ચીને સફળતાપૂર્વક ચંદ્ર પર પોતાનું સ્પેસક્રાફ્ટ મોકલી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Chandrayaan 3 Landing: ચંદ્રયાન 3ની સફળતાના અસલી હીરો કોણ? તમે પણ જાણો તેમના વિશે
Chandrayaan 3 ના સફળતાપૂર્વક લેન્ડીંગ સાથે ભારતે રચ્યો ઇતિહાસ, જુઓ તસવીરો


જો કે, આમાંથી કોઈ પણ દેશે પોતાનું સ્પેસક્રાફ્ટ દક્ષિણ ધ્રુવ પર ઉતાર્યું નથી. આ પહેલીવાર છે જ્યારે કોઈ દેશ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું અવકાશયાન લેન્ડ કરશે. આ જ કારણ છે કે દુનિયાભરના વૈજ્ઞાનિકો ચંદ્રયાન પર નજર રાખી રહ્યા છે.


ધરતી જેવો જ ચંદ્રનો સાઉથ પોલ
ચંદ્રનો દક્ષિણ ધ્રુવ પૃથ્વીના દક્ષિણ ધ્રુવ જેવો જ છે. અહીં ઠંડી છે અને સૂર્યપ્રકાશ ભાગ્યે જ અહીં પહોંચે છે. એટલું જ નહીં, રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પણ તાપમાન ઘટે છે. આ જ કારણ છે કે ચંદ્રના આ ભાગ પર હજુ સુધી કોઈ દેશે અવકાશયાનનું સોફ્ટ લેન્ડિંગ નથી કર્યું.


Chandrayaan-3 LIVE Updates: ચંદ્ર પર ભારતનો વાગ્યો ડંકો, રચ્યો ઇતિહાસ, દેશમાં દિવાળી જેવો માહોલ
Chandrayaan 3 Landing: ચંદ્ર પર લહેરાયો તિરંગો! ભારતે રચ્યો ઇતિહાસ, ભારત ચોથો દેશ


કેટલા દિવસ ચાલશે ઇસરોનું મૂન મિશન?
ચંદ્રયાન-3 ચંદ્ર પર 14 દિવસ સુધી કામ કરશે. આ દરમિયાન ઈસરોના વૈજ્ઞાનિકો ચંદ્ર પર પાણીની શોધની સાથે ખનિજો વિશે પણ માહિતી મેળવશે. આ સિવાય તેઓ ભૂકંપ, ગરમી અને ચંદ્રની માટીનો પણ અભ્યાસ કરશે.


આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે... પીએમ મોદીએ ચંદ્રયાન-3ની સફળતા પર આપી શુભેચ્છા
ભારતીયો માટે ઐતિહાસિક ક્ષણ, ઈસરોના ચંદ્રયાન-3એ ચંદ્ર પર કર્યું સોફ્ટ લેન્ડિંગ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube