નવી દિલ્હી : AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીના કાફલા પર ઉત્તરપ્રદેશમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી છે. ઓવૈસી હાપુડ જિલ્લાના પિલખુવાથી એક સભા કરીને ગાઝિયાબાદ તરફ પરત ફરી રહ્યાં હતા. ગાઝિયાબાદમાં ડાસના ટોલ પ્લાઝા નજીક તેમના કાફલ પર પાંચ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. ઓવૈસીની ગાડીમાં ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. જો કે ઘટના બાદ ઓવૈસીએ કહ્યું કે હું સંપુર્ણ સુરક્ષિત છું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓવૈસીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપતા લખ્યું કે, 'થોડી વાર પહેલા છિજારસી ટોલ ગેટ પાસે મારી ગાડી પર ગોળીબાર થયો છે. 4 રાઉન્ડ ફાયર થયા છે. 3-4 લોકો હતા, હથિયાર ત્યાં જ છોડીને તમામ નાસી છુટ્યાં છે. મારી ગાડી પંક્ચર થઈ ગઈ છે. જો કે હું બીજી ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ચુક્યો છું. અને તમામ લોકો સુરક્ષિત છીએ. અલહમદુ લિલાહ.'


ઓવૈસીની ગાડી પર ફાયરિંગ થયું હોવાની માહિતી મળતાં જિલ્લાનો ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. IG મેરઠનું કહેવું છે કે પિલખુવા પ્લાઝા નજીક ગોળી ચાલી હોવાની સામે આવી છે. અમે CCTV ની તપાસ કરી રહ્યા છીએ. આ રૂટથી ઓવૈસીનો કાફલો જઈ રહ્યો હતો ત્યારે કેટલાંક વચ્ચે માથાકૂટ થઈ હતી. તેવી જાણકારી મળી હતી. હાલ કોઈપણ ઘાયલ નથી, તેમને કહ્યું CCTV તપાસ પછી જ ફાયરિંગ થયું છે કે નહીં તેની પુષ્ટિ કરવામાં આવશે. તો ટોલ કર્મચારીઓનું કહેવું છે ગોળીનો કોઈ અવાજ સાંભળ્યો નથી.