નવી દિલ્હી : ફ્લિપકાર્ટનાં સીઇઓ બિન્ની બંસલે કંપનીમાંથી રાજીનામુ ધરી દીધું છે. ફ્લિપકાર્ટને ખરીદનારી કંપની વોલમાર્ટ દ્વારા કહેવાયું કે તેનું રાજીનામું સ્વિકારી લેવામાં આવ્યું છે. તેમનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે, જે તેમની વિરુદ્ધ ચાલી રહી હતી. તેમની વિરુદ્ધ વ્યક્તિગત્ત દુર્વ્યવહારનાં આરોપો લાગ્યા હતા. ફ્લિકાર્ટ અને વોલમાર્ટમાં તેમની વિરુદ્ધ એક સ્વતંત્ર તપાસ થઇ રહી છે. જો કે બિન્ની બંસલ આ આરોપોનો ઇન્કાર કરી ચુક્યા છે. કંપનીનું વોલમાર્ટની તરફથી અધિગ્રહણ કરવામાં આવ્યાનાં 6 મહિના બાદ આ ઘટનાક્રમ જોવા મળ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન કંપની વોલમાર્ટે આ વર્ષે ફ્લિપકાર્ટમાં નિર્ણાયક હિસ્સેદારી ખરીદી છે. ફ્લિપકાર્ટનાં હેડક્વાર્ટર બેંગ્લુરૂમાં છે. આ વર્ષે વોલમાર્ટે 16 અબજ ડોલરમાં આ સોદો કર્યો હતો. કંપનીની તરફથી અપાયેલા નિવેદન અનુસાર ફ્લિપકાર્ટની સ્થાપના મુદ્દે અત્યાર સુધી બિન્ની બંસલ કંપનીનો મુખ્ય હિસ્સો હતો. તેઓ કંપનીના ફાઉન્ડર મેંબર છે. 

ફ્લિપકાર્ટે પોતાનાં પોર્ટલ પર આપેલા નિવેદનમાં કહ્યું કે, બિન્નીની વિરુદ્ધ તપાસ સાથે જોડાયેલા મોટા પુરાવા હાથ નથી લાગ્યા. આ તપાસમાં અન્ય ગોટાળાઓનાં ખુલાસા થયા છે. બિન્ની બંસલે પોતાનાં મિત્ર સચિન બંસલની સાથે મળીને ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી, જો કે સચિને કંપનીનાં વેચવાનાં સમયે જ પોતાનાં પદ પરથી રાજીનામું આપી દીધું હતું. 

ફ્લિપકાર્ટમાં હવે કલ્યાણ કૃષ્ણમુર્તિ સીઇઓ તરીકે પોતાની સેવાઓ આપશે. આ સાથે જ તેમના પર જેબોંગ અને મિંત્રાની પણ જવાબદારી છે. અનંત નારાયણ મિંત્રા અને જેંબોગના સીઇઓ તરીકે સેવાઓ આપતા રહેશે. તેઓ કલ્યાણ કૃષ્ણમુર્તિને રિપોર્ટ કરશે. બીજી તરફ સમીર નિગમ ડિજિટલ વોલેટ ફોન પેની જવાબદારી સંભાળતા રહેશે.