નવી દિલ્હી : સમગ્ર દેશણાં હવામાનનાં અલગ અલગ સ્વરૂપોમાં કહેર વરસાવી રહ્યા છે. ઉત્તર ભારતમાં જ્યાં ગર્મીથી લોકો પરેશાન છે અને દિલ્હી સહિત આસપાસનાં વિસ્તારમાં હવામાં ધુળીયુ વાદળ છવાઇ રહ્યું છે. બીજી તરફ પુર્વોત્તર ભારતનાં ઘણા રાજ્યોમાં પુરની પરિસ્થિતી છે.અહીની નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. મણિપુર અને અસમના ઘણા જિલ્લામાં પુરનું પાણી ભરાઇ ચુક્યું છે. મણિપુરમાં સેનાથી રાહત અભિયાન ચલાવીને પુરમાં ફસાયેલા 430 લોકોને સુરક્ષીત સ્થળ પર પહોંચાડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુર્વોત્તરમાં ગત્ત ત્રણ દિવસમાં ભંયકર વર્ષોથી ભારે નુકસાન પહોંચાડ્યું છે. ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને અસમમાં પુરના કારણે હજારો લોકો બેઘર થઇ ગયા છે. અસમનાં ઘણા વિસ્તારમાં પુરની પરિસ્થિતી બની ગઇ છે. હૈલાકાંડી જિલ્લામાં હજારો લોકો પુરવામાં ફસાયેલા છે. અહીં એસડીઆરફ અને એનડીઆરએફને રાહત અને બચાવ કાર્ય માટે ફરજંદ છે. અસમમાં ભારે વરસાદ છતા ભુસ્ખલન થવાથી ટ્રેન સેવાઓ પર અસર થઇ ગઇ. કોઇ જાનહાની થઇ નથી. 

ત્રિપુરાનો હાલ બેહાલ
ત્રિપુરાની પરિસ્થિતી વધારે ગંભીર છે. ત્રિપુરામાં બે દિવસ પહેલા બે લોકો નદીની તોફાની વહેણમાં વહી ગયા. 14 હજાર લોકો બેઘર બની ગયા. અહીં ભારે વરસાદનાં કારણે રાજ્યનાં ઘણા હિસ્સાઓ પાણીમાં ડુબેલા છે. મણિપુરમાં રાજ્ય સરકારે ઇમ્ફાલ અને તેની આસપાસનાં જિલ્લામાં પુરના કારણે તમામ શિક્ષણ અને સરકારી પ્રતિષ્ઠાનોમાં આગામી આદેશ સુધી રજા જાહેર કરી છે. પુર પ્રભાવિત લોકોની મદદ માટે રાજ્યમાં 15 રાહત શિબિર સ્થાપિત કર્યા છે. પુર્વી ઇમ્ફાલ અને પશ્ચિમી ઇમ્ફાલ જિલ્લાનાં ઇરોંગ, મૈબામ, ઉચિવા, અર્પાતિ, કિયામગેઇ અને મૌંગાજામ ગામમાં સેનાએ રાહત અને બચાવ અભિયાન ચલાવીને પુરમાં ફસાયેલા 430 લોકોને સુરક્ષીત સ્થળ પર પહોંચાડ્યા છે. 

મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવના પુર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી અને કેન્દ્રીયગૃહમંત્રી રાજનાથસિંહને રાજ્યની ગંભીર પરિસ્થિતીથી અવગત કરાવ્યા છે. મિઝોરમમાં ઘણા હિસ્સામાં ભારે વરસાદ ચાલુ રહ્યો જેનાં કારણે લુંગલી, લાવંગતલાઇ અને સિયાહા જિલ્લાનો દેશના બાકી હિસ્સાથી સંપર્ક કપાઇ ચુક્યો છે. મિઝોરમ- રાષ્ટ્રીય રાજમાર્ગ 54 અને થેજવાલથી પસાર થતા એક માર્ગ રાત્રે ભસ્ખલન બાદ બંધ કરી દેવામાં આવ્યો. પુર પ્રભાવિત રાજ્યોએ લોકોને બચાવીને કાઢવા અને તેમને સુરક્ષીત સ્થળો પર રાહત શિબિરોમાં પહોંચાડવા માટે ઇમરજન્સી ટીમોને લગાવવામાં આવ્યા છે.