દેશની રાજધાની દિલ્હી પર પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સવારે 5 વાગ્યા સુધીમાં પલ્લા ગામની આજુબાજુના વિસ્તારોમાં 212.70 મીટર સુધી પહોંચી ગયું છે. જ્યારે દિલ્હી રેલવે બ્રિજ પર સવારે 6 વાગે યમુનાનું જળસ્તર 208.41 મીટર સુધી પહોંચ્યુ. જો કે બુધવારે રાતે 11 વાગે યમુનાનું જળસ્તર વધીને 208.08 મીટર થઈ ગયું હતું. આ અગાઉ વરષ 1978માં યમુનાનું જળસ્તર 207.49 મીટર સુધી પહોંચી ગયું હતું. તેના કારણે 45 વર્ષ પહેલા દિલ્હીમાં ભીષણ પૂર આવ્યું હતું. આ વખતે યમુનાના જળસ્તરે રેકોર્ડ તોડ્યો છે. પૂરના જોખમને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા માટે ચેતવણી જાહેર કરી છે. જે વિસ્તારોમાં વધુ જોખમ છે ત્યાં બોટ ક્લબ, મોનેસ્ટ્રી માર્કેટ, જૂના રેલવે બ્રિજ પાસે નીલી છત્રી મંદિર, યમુના બજાર, ગીતા ઘાટ, નીમ કરોલી ગૌશાળા, વિશ્વકર્મા અને ખડ્ડા કોલોની, ગઢી માંડૂ, મજનૂ કા ટીલાથી વજીરાબાદ સુધીના વિસ્તારો સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ લાઈન્સ વિસ્તારોમાં ઘૂસ્યું પાણી
દિલ્હીમાં હાલ યમુના નદીમાં પૂરની સ્થિતિ બાદ કાશ્મીરી ગેટથી આગળ સિવિલ લાઈન્સ તરફ જવાનો રસ્તો હવે બંધ કરી દેવાયો છે. યમુનામાં પાણી વધવાના કારણે દિલ્હી મેટ્રોની સ્પીડ ઘટાડવામાં આવી છે. યમુના બેંક મેટ્રો સ્ટેશનનો રસ્તો બંધ છે. ટ્રાફિક ડાઈવર્ઝનના કારણે સરાય કાલે ખા વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube