ભોપાલઃ દેશમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચી ગયો છે. આ વચ્ચે મધ્ય પ્રદેશમાં જારી રાજકીય નાટકમાં કમલનાથ સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો છે. પરંતુ આ પહેલા ભોપાલ પરત ફરેલા તમામ ધારાસભ્યોનો હવે કોરોના વાયરસનો ટેસ્ટ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી પીસી શર્માએ કહ્યું, 'રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે અમારા ધારાસભ્યો જે જયપુરથી આવ્યા છે, તેના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવશે. સાથે હરિયાણા અને બેંગલુરૂમાં રહેતા ધારાસભ્યોના પણ સ્વાસ્થ્યનું પરીક્ષણ થવું જોઈએ.' પીસી શર્માએ કહ્યું કે, ભોપાલ પરત ફરેલા તમામ ધારાસભ્યોનો કોરોના વાયરસ ટેસ્ટ થશે. 


હકીકતમાં, મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્યપ્રધાન કમલનાથને વિધાનસભામાં બહુમત સાબિત કરવાના નિર્દેશ આપ્યો છે. આ સાથે રાજ્યમાં રાજકીય ગરમી એકવાર ફરી વધી ગઈ છે. લગભગ અડધી રાત્રે રાજભવનમાંથી એક પત્ર રાજ્યના મુખ્યપ્રધાન અને કોંગ્રેસ નેતા કમલનાથને મોકલવામાં આવ્યો હતો. 


MPમાં સોમવારે ફ્લોર ટેસ્ટ, ચિંતાતૂર કમલનાથે અમિત શાહને પત્ર લખી 'આ' માગણી કરી


બહુમત સાબિત કરવાનું કહ્યું
રાજભવને સીએમને જારી કરેલા પત્ર પ્રમાણે રાજ્યપાલે સીએમને કહ્યું કે, મધ્યપ્રદેશની હાલની ઘટનાઓથી તેમને પ્રથમ દ્રષ્ટિએ ખ્યાલ આવે છે કે તેમની સરકારે ગૃહના વિશ્વાસને ગુમાવી દીધો છે અને આ સરકાર હવે અલ્પમતમાં છે. રાજ્યપાલે કહ્યું કે, આ સ્થિતિ અત્યંત ગંભીર છે અને સીએમ કમલનાથ 16 માર્ચે ગૃહમાં બહુમત સાબિત કરે. 


મધ્ય પ્રદેશમાં આ રાજકીય સ્થિતિ જ્યોતિરાદિત્ય સિંધિયાના કોંગ્રેસ છોડ્યા બાદ ઊભી થઈ છે. હોળીના તહેવાર પર સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારબાદ તેના સમર્થક 22 ધારાસભ્યોએ પણ રાજીનામું આપ્યું હતું. સિંધિયા ભાજપમાં જોડાયા અને ધારાસભ્યોના રાજીનામાંથી કોંગ્રેસની કમલનાથ સરકાર અલ્પમતમાં જોવા મળી રહી છે. 


પરંતુ ધારાસભ્યોના રાજીનામાં પર અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ નથી. આ વચ્ચે સોમવાર (16 માર્ચ)થી વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યપાલે પણ કમલનાથને પત્ર લખીને બહુમત સાબિત કરવાનું કહ્યું છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...