નવી દિલ્હી : આગામી શનિવારે એટલે કે 30 જુનથી અમેરિકા માટે ઉડ્યન ભરનારા યાત્રી 350 ગ્રામથી વધારે પાઉડર જેવો સામાન હેંડબેગમાં નહી લઇ જઇ શકે. ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયામાં ખાડીથી આવેલા એક વિમાનમાં પાઉડર જેવા પદાર્થ દ્વારા વિસ્ફોટક બનાવવાનાં પ્રયાસનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુએસ ટ્રાન્સપોર્ટેશન સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. એરલાઇન્સે યુએસ જનારા યાત્રીઓ માટે માહિતી ઇશ્યું કરી છે કે આવી વસ્તુઓ ચેક ઇન બેગ્સમાં રાખે જેથી વધારે તપાસની જરૂર ન પડે અને પાઉડરવાળા સામાનની ઓળખ ન થઇ શકે તેવી પરિસ્થિતીમાં તેને ફેંકી શકાય.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એર ઇન્ડિયાએ મોટા પ્રમાણમાં યાત્રીઓ રોજ દિલ્હી અથવા મુંબઇથી સીધી અમેરિકા જાય છે. યૂનાઇટેડ એરલાઇન્સની રોજ એક ઉડ્યન દિલ્હી અને મુંબઇ માટે છે. ડેલ્ટા પણ ટુંકમાં જ મુંબઇ માટે ઉડ્યન સેવા ચાલુ કરવાનાં છે. આવતા શનિવારે જો કોઇ હેન્ડબેગમાં 350 ગ્રામથી વધારે મસાલાનો પાઉડર, ટેલકમ અથવા કોસ્મેટિક પાઉડર લઇને મુસાફરી કરે છે તો તેને વધારાની તપાસમાંથી પસાર થવું પડશે. 

TSAએ કહ્યું કે, 350 ગ્રામથી વધારે પાઉડર જેવા પદાર્શોનાં એક્સ રે સ્ક્રીનિંગ કરવામાં આવશે. કંટેનરને ખોલીને જોવામાં આવશે. પોતાની સુવિધા માટે તમે આ પ્રમાણમાં વધારાનો પાઉડર લઇને ન આવે. બેબી ફોર્મ્યુલા, માનવ અવશેષ અથવા ડ્યુટી ફ્રી પાઉડર અથવા ચિકિત્સા સંબંધિત પાઉડરને ખાસ પૈકિંગમાં કેબિનમાં લઇ જવામાં આવી શકે છે. તેનાં માટે યાત્રીને સમય પહેલા એરપોર્ટ પર પહોંચી જવું જોઇએ.