કઠુઆ મુદ્દે કાગરોળ મચાવનારા બોલિવુડના લોકો મંદસૌર મુદ્દે ચુપ કેમ : કામિની અવસ્થી
કઠુઆ ઘટના બની ત્યારે વૈશ્વિક લેવલે કાગરોળ કરનારા કલાકારો અને બુદ્ધીજીવીઓ હાલ મંદસૌરની ઘટના મુદ્દે ચુપ કેમ છે
નવી દિલ્હી : મધ્યપ્રદેશનાં મંદસૌરમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટના અંગે ચુપકીદી સાધનાર બોલિવુડ કલાકારો પર લોકગાયિકા માલિકી અવસ્થીએ વ્યંગ કર્યો હતો. તેમણે સવાલ કર્યો કે આખરે બાળકી સાથે અત્યાચાર મુદ્દે ધાર્મિક ભેદભાવ શા માટે કરવામાં આવી રહ્યો છે ? કઠુઆ કાંડ મુદ્દે કાગરોળ કરનારાઓ અને વિદેશી મીડિયામાં લેખ લખનારાઓ આખરે મંદસૌરની ઘટના અંગે શા માટે ચુપકીદી સાધી રહ્યા છે.
બોલિવુડ પર નિશાન સાધતા માલિની અવસ્થીએ ટ્વીટ કર્યું, કઠુવા પર શરમ આવી અને મંદસૌર મુદ્દે જીભ પર તાળું આક્રોશમાં ભેદભાવ ! બોલિવુડમાં હવે ન કોઇ તખ્તીઓ લટકાવી રહ્યુ છે, ન કોઇ વિદેશી અખબારોમાં અને મીડિયામાં ભારતને બદનામ કરતા લેખ લખી રહ્યા છે. ન કલાકો સુધિ વિલાપ કરનારા એન્કર હવે વ્યથીત દેખાઇ રહ્યા છે ! બાળકોમાં પણ ભેદભાવ અને બેવડો માપદંડ માત્ર સેક્યુલર જ કરી શકે છે.
બીજી તરફ માલિની અવસ્થીએ આ ટ્વીટ મુદ્દે બબાલ ચાલુ થઇ ચુકી છે. સોશ્યલ મીડિયા પર હાલ તે ટ્રોલ થવા લાગ્યા છે. તેમના પર રેપની ઘટનાને ધર્મનાં ચશ્માથી જોવાનો આરોપ લાગવા લાગ્યો હતો. જ્યારે આ કેસ વધ્યો, તો તેમણે પોતાનાં ટ્વીટ પર સ્પષ્ટતા કરી અને વિરોધીઓની આકરી ઝાટકણી પણ કાઢી હતી. હુ પોતે પણ એક મહિલા છું અને હું એખ પુત્રીની માં છું મે સમગ્ર જીવન ગીત ગાયુ, તો મહિલાઓને સમર્પિત ગીત ગાયા છે. નિર્ભયાનો કિસ્સો હોય કે કઠુઆ કાંડ હોય અથવા કોઇ રેપની ઘટના, તેનાં દોષીતોને ફાંસીની સજા મળવી જોઇએ.
છેડતીની એક ઘટનાથી પણ યુવતીનું કાળજાની આરપાસ થઇ ગયું છે. મંદસૌરની ઘટના અંગે પણ સાંભળતા જ મન આક્રોશથી ભરાઇ ગયું, જો કે મને લાગી રહ્યું છે કે હું એકમાત્ર એવી કલાકાર છું જેણે આ મુદ્દે ટ્વીટ કર્યું. મે તે જ કહ્યું કે આ વિચિત્ર પરેશાન કરનારી વાત છે કે કેટલાક એવા લોકો માટે આ વાત એટલી મોટી થિ જાય છે કે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર વ્યાપક થઇ જાય છે. બીજી ઘટના અંગે કોઇ બોલતું પણ નથી.
માલિકી અવસ્થીનું માનવું છે કે જે લોકો કઠુવા કાંડ મુદ્દે કાગરોળ મચાવી રહ્યા હતા તેઓ આ ઘટના મુદ્દે ચપ કેમ છે. એવા લોકો રેપની ઘટનાને પણ ચશ્માથી જોઇ રહ્યા છે. બોલિવુડનાં કલાકારો પર સીધો હૂમલો કરતા માલિની અવસ્થીએ કહ્યું કે, હુ પુછવા માંગુ છું કે બોલિવુડમાં ઘણા બધા કલાકારો છે, તેમને કઠુવા કાંડ મુદ્દે શર્મ આવી હતી, પરંતુ મંદસોર ઘટના પર શરમ શા માટે નથી આવી ?