મોંઘા ફળોનો બાપ છે કીડા જેવું દેખાતું આ ફળ! 12માંથી માંડ બે મહિના જ દેખાય છે બજારમાં
આ એક ખૂબ જ સારું ફળ છે, જે ચૈત્ર મહિના દરમિયાન એટલે કે, માર્ચથી એપ્રિલ સુધી બજારમાં થોડા દિવસો માટે આવે છે. તેની વિશેષતા એ છે કે, તે ખૂબ જ શાનદાર ફળ છે. તેનું સેવન કરવાથી શરીર સંપૂર્ણ રીતે ઠંડુ રહે છે.
નવી દિલ્લીઃ ફળોની વાત આવે ત્યારે સામાન્ય રીતે દરેકના મોંઢે સફરજ, કેરી જેવા ફળોના નામ આવે છે. મોંઘા ફળોની વાત આવે ત્યારે કોઈ કીવી, કોઈ લીચી, કોઈ ડ્રેગન ફૂડનું નામ લે છે. જોકે, એ થી પણ એક મોંઘુ ફળ બજારમાં આવે છે. પણ ભાગ્યે જ કોઈ તેને ખાઈ શકે છે. કારણકે, આ ફળ બજારમાં બધી જગ્યાએ મળતું પણ નથી. એટલું જ નહીં આ ફળ વર્ષના 12 મહિનામાંથી બજારમાં માત્ર 2 મહિના માટે જ જોવા મળે છે. એમાંય તેનો ભાવ એટલો બધો હોય છેકે, તે ખરીદાર તો શું પણ વેપારીઓને પણ લેવું પોષાતું નથી. જોકે, મોકો મળે તે એકવાર તો જરૂર ખાવું જોઈએ.
ઉનાળાની ઋતુમાં ઘણા વિશેષ ફળોનું આગમન થાય છે. આ સિઝનમાં ઘણા એવા ફળો મળે છે. જેની લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ત્યારે આજે અમે તમને એવા જ એક ખાસ ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ઉનાળાની ઋતુમાં માત્ર થોડા દિવસો માટે જ બજારમાં જોવા મળે છે. ઉનાળાની ઋતુમાં એક ખાસ ફળ આવે છે. જે બજારોમાં માંડ 2 મહિના સુધી રહે છે. દેખાવમાં આ ફળ એક કીડા જેવું લાગે છે, પરંતુ આ ફળ સફરજન અને દાડમ જેવા મોંઘા ફળોનો પણ બાપ છે.
આ એક ખૂબ જ સારું ફળ છે, જે ચૈત્ર મહિના દરમિયાન એટલે કે, માર્ચથી એપ્રિલ સુધી બજારમાં થોડા દિવસો માટે આવે છે. તેની વિશેષતા એ છે કે, તે ખૂબ જ શાનદાર ફળ છે. તેનું સેવન કરવાથી શરીર સંપૂર્ણ રીતે ઠંડુ રહે છે. આ ફળ શરીરને કાળઝાળ ગરમીમાં ઠંડક આપે છે. આ ફળ કાચુ ને પાકેલું એમ બે રીતે આવે છે. આ ફળ લીલા અને લાલ બન્ને રંગનું હો છે.
અહીં વાત થઈ રહી છે, કીડા જેવા દેખાતા ફળની. જેનું નામ છે સેતુર. શું તમે જીવનમાં ક્યારેય આ ફળ ખાધું છે. કિંમતની વાત આવે ત્યારે દાડમ અને સફરજનનો બાપ છે આ નાનું ફળ. ઘડપણમાં જવાની પાછી લાવી શકે છે આ ફળ. ઉનાળો આવે ત્યારે જ આ ફળ બજારમાં દેખાય છે. ત્યાર બાદ આ ફળ ત્યાર જોવા મળતું નથી. આ ફળ ઉનાળામાં જ આવે છે અને એમાંય માંડ 1-2 મહિના સુધી બજારમાં ભાગ્યે જ મળે છે. શેતૂર નામના આ ફળની માંગ પણ જબરદસ્ત છે. ફળોના વેપારીઓના મતે, મોટાભાગના લોકોને આ ફળ ખૂબ જ ગમે છે. આ દિવસોમાં શેતૂર નામનું આ ફળ બધી જગ્યાએ અલગ ભાવમાં વેચાય છે. ક્યાંક તેનો ભાવ
આ ફળ મીઠાશથી ભરપૂર અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. શેતૂર પાચનતંત્રને મજબૂત રાખવામાં અસરકારક છે. શેતૂરનો સૌથી મોટો ફાયદો એમાં જોવા મળતા એન્ટી એજિંગ ગુણો છે. તેથી, તેને ખાવાથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે અને વૃદ્ધત્વના ઘણા લક્ષણોમાં ઘટાડો થાય છે. તમને આ ફળ જોવામાં ચોક્કસથી વિચિત્ર લાગશે. પરંતુ આ ફળ સ્વાદમાં સ્વાદિષ્ટ અને મીઠાશથી ભરપૂર છે. ભાગ્યે જ એકથી બે મહિના બજારોમાં આવતા આ ફળની ખૂબ માંગ હોય છે. આકારમાં, તે એકદમ વેણી અને કીડા જેવો દેખાય છે. પરંતુ દાડમ અને સફરજન જેવા મોંઘા ફળો પણ તેના અદ્ભુત ફાયદાઓ સાથે મેળ ખાતા નથી.
શેતૂર એ એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સનો મુખ્ય સ્ત્રોત છે. તે અનેક ગંભીર રોગો સામે લડવાની શક્તિ ધરાવે છે. શેતૂરમાં વિટામિન્સની સાથે આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ પણ મોટી માત્રામાં ઉપલબ્ધ છે. આ ફળ આવશ્યક પોષક તત્વોનો વિશાળ ભંડાર છે.