નવી દિલ્હીઃ કોરોના સંક્રમણની બેકાબૂ થતી સ્થિતિ વચ્ચે નાગર વિમાન મંત્રાલયે તેને કાબુ કરવાની દિશામાં મોટુ પગલું ભર્યું છે. હવે ફ્લાઇટમાં સફર કરનાર યાત્રી જેની યાત્રાનો સમય 2 કલાકથી ઓછો છે તેને ઉડાન દરમિયાન ફ્લાઇટમાં ભોજન મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિમાન મંત્રાલયે સોમવારે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના મામલા વધી રહી છે, જેથી એરલાઇને ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવવાની મંજૂરી હશે નહીં જેની યાત્રાનો સમયગાળો બે કલાકથી ઓછો છે. 


મંત્રાલયે પોતાના આદેશમાં કહ્યું કે, આ પ્રતિબંધ ગુરૂવારથી લાગૂ થશે. પાછલા વર્ષે કોરોના વાયરસ લૉકડાઉન બાદ જ્યારે 25 મેથી ઘરેલૂ ઉડાન સેવાઓ શરૂ કરવામાં આવી હતી ત્યારે મંત્રાલયે કેટલીક શરતો હેઠળ વિમાનની અંદર ભોજન ઉપલબ્ધ કરાવવા એરલાઇનોને મંજૂરી આપી હતી. 


આ પણ વાંચોઃ તો મોટી કિંમત ચુકવવી પડશે, કોરોનાની બીજી લહેર પર ડો. ગુલેરિયાની ચેતવણી  


પહેલાના આદેશમાં સુધાર કરતા મંત્રાલયે નવા નિર્દેશોમાં કહ્યું, 'ઘરેલૂ ક્ષેત્રોમાં વિમાનોનું પરિચાલન કરી રહેલી એરલાઇન કંપનીઓ ઉડાન દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવી શકે છે જ્યાં વિમાનની સફર બે કલાકથી વધુ હોય.' મંત્રાલયે કહ્યું કે, કોવિડ-19 અને તેના વિભિન્ન પ્રકારોના વધતા ખતરા પર વિચાર કરતા તેણે ઘરેલૂ ઉડાનોમાં સફર દરમિયાન ભોજન ઉપલબ્ધ કરાવવાની સુવિધાની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લીધો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube