નવી દિલ્હીઃ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ નવી દિલ્હી પહોંચી ચુક્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. લાવરોવ ચીનમાં અફઘાનિસ્તાનના મામલા પર થયેલી બેઠકમાં સામેલ થયા બાદ ભારત પહોંચ્યા છે. તેમનો આ પ્રવાસ 24 કલાક જેટલો છે. રશિયા વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખઠારોવાએ જણાવ્યુ કે, પીએમ મોદી અને વિદેશમંત્રી એસ જયશંકર સાથે લાવરોવની મુલાકાત 1 એપ્રિલે થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાતચીતના મુદ્દામાં યુક્રેનની વર્તમાન સ્થિતિ વિષય મહત્વનો હશે. ભારત રશિયાના વિદેશ મંત્રી પાસેથી જાણવા ઈચ્છશે કે આ શાંતિવાર્તાઓમાં શું સ્થિતિ છે અને સમાધાન માટે રશિયા તરફથી શું પ્રયાસ કરવામાં આવ્યા છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ બંને દેશના વિદેશ મંત્રીઓની પ્રથમ આમને-સામને મુલાકાત છે. 


વાર્તા દરમિયાન ભારત તરફથી તે પણ કહેવામાં આવશે કે તે શાંતિપૂર્ણ વાતચીત કૂટનીતિક પ્રયાસો દ્વારા મુદ્દાને ઉકેલવાના પક્ષમાં છે. ભારત આ વાતને સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવતું રહ્યું છે. 


ભાજપમાં સામેલ થનાર નિદા ખાન પર લગ્ન સમારોહમાં હુમલો, પતિએ કોર્ટમાં એસિડ ફેંકવાની આપી ધમકી


આ ભારતનું મહત્વ છે કે યુક્રેન સંકટ દરમિયાન વિપરીત પક્ષમાં ઇભેલ બ્રિટનના વિદેશ મંત્રી એલિઝાબેથ ટ્રસ અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ એક સાથે ભારતમાં હશે. ટ્રસના પ્રવાસનો પ્રયાસ ભારતને યુક્રેનના મુદ્દા પર ભારતને પશ્ચિમી દેશોની સાથે ઉભા રહેવા અને પ્રાદેશિક સંપ્રભુતાના મામલા પર રશિયા વિરુદ્ધ ખુલીને બોલવા માટે આગ્રહ કરવાનો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube