`નહેરુ નહતાં ઈચ્છતા કે સરદાર પટેલ મંત્રી બને`, વિદેશમંત્રી અને ઈતિહાસકાર વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું
વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા વચ્ચે ટ્વીટર પર સરદાર પટેલ અને નહેરુને લઈને શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં અને કેબિનેટની પહેલી યાદીમાંથી તેમને બહાર પણ કરી દીધા હતાં. જો કે આ વાતને ગુહાએ મિથક ગણાવી દીધી.
નવી દિલ્હી: વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઈતિહાસકાર રામચંદ્ર ગુહા વચ્ચે ટ્વીટર પર સરદાર પટેલ અને નહેરુને લઈને શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું. વાત જાણે એમ છે કે વિદેશ મંત્રી એક જયશંકરે એક પુસ્તકના હવાલે ટ્વીટ કરી હતી કે નહેરુ 1947માં પોતાની કેબિનેટમાં પટેલને સામેલ કરવા માંગતા નહતાં અને કેબિનેટની પહેલી યાદીમાંથી તેમને બહાર પણ કરી દીધા હતાં. જો કે આ વાતને ગુહાએ મિથક ગણાવી દીધી.
વિગતો એમ છે કે પૂર્વ બ્યુરોક્રેટ અને હાલના વિદેશમંત્રી એસ જયશંકર ઈતિહાસકાર નારાયણી બસુના વી પી મેનન પર લખેલા પુસ્તકનું વિમોચન કરવા પહોંચ્યા હતાં. આ કાર્યક્રમની તસવીર શેર કરતા જયશંકરે એક ટ્વીટમાં લખ્યું કે રાજકારણનો ઈતિહાસ લખવા માટે પ્રમાણિક હોવું જોઈએ. તેમણે આ ટ્વીટમાં પુસ્તકમાં મેનનના શબ્દોને ટ્વીટ કરતા લખ્યું છે કે 'જ્યારે સરદારનું નિધન થયું, ત્યારે તેમની સ્મૃતિઓને ભૂંસી નાખવા માટે મોટું અભિયાન શરૂ થયું. મને આ ખબર હતી, કારણ કે મેં આ જોયું હતું અને હું તે સમયે પોતાને પીડિત મહેસૂસ કરતો હતો.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube