રાત્રે આતંકવાદ અને દિવસે ક્રિકેટ શક્ય નહી: એસ. જયશંકરની સ્પષ્ટ વાત
વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, લોકશાહીમાં જનભાવના મહત્વની હોય છે, માટે રાત્રે આતંકવાદ અને દિવસે શાંતિમંત્રણા શક્ય નહી
ન્યૂયોર્ક : પાકિસ્તાન સાથે વાતચીતની સંભાવનાઓને ભગાવતા વિદેશમંત્રી એસ.જયશંકરે કહ્યું કે, પાકિસ્તાન એક પડકારજનક પાડોશી છે, જે આતંકવાદને પોતાના સ્ટેટ પોલિસી તરીકે ઉપયોગ કરતું રહે છે. પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય ક્રિકેટ મુદ્દેમહત્વની ટીપ્પણી કરતા વિદેશમંત્રીએક હ્યું કે, જનતાના મંતવ્ય મહત્વનાં હોય છે અને તેને બાજુમાં રાખી શકાયનહી. તેમણે કહ્યું કે, કોઇ લોકશાહીમાં જનભાવના મહત્વ ધરાવે છે. એક સંદેશમાં નથી આપવા માંગતો કે તમે રાત્રે આતંકવાદ કરો છો અને દિવસે સામાન્ય દિનચર્યા ચાલે. બદકિસ્મતીનો આ જ સંદેશ હશે, જો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચની પરવાનગી આપે છે.
હરિયાણાની દંગલમાં ભાજપ તરફથી યોગેશ્વરદત્તની એન્ટ્રી, કોંગ્રેસમાં રીપીટ
જયશંકરે કહ્યું કે, પાકિસ્તાને હંમેશા ભારત અંગે વાતચીતનાં દબાણ માટે આતંકવાદને એક ટુલ તરીકે ઉપયોગ કર્યો છે. બુધવારે એક થિંકટેકના કાર્યક્રમને સંબોધિત કરતા જયશંકરે કાશ્મીર અને નવી દિલ્હીનાં ઇસ્લામાબાદ સાથેના સંબંધો મુદ્દે પુછવામાં આવેલા એક સવાલનાં જવાબમાં આ વાત કરી હતી. તેમણે પાકિસ્તાન સાથે કાશ્મીરને મહત્વનો મુદ્દો માનવાનો ઇન્કાર કરતા કહ્યું કે, તમે બે શબ્દોનો ઉપયોગ કર્યો છે, પરંતુ હું તેમને અલગ રીતે કહેવા માંગીશ. પહેલું કાશ્મીર છે અને બીજુ પાકિસ્તાન. હું તમને જણાવીશ કે એવું શા માટે કહ્યું છે. હું નથી જાણતો કે પાકિસ્તાન અને ભારત વચ્ચે કાશ્મીર સૌથી મહત્વનો મુદ્દો છે પરંતુ તમામ મુદ્દાઓમાંથી આ પણ એક છે.
ISRO ચીફ કે.સિવને કહ્યું, ચંદ્રયાન-2નું ઓર્બિટર યોગ્ય રીતે કરે છે કામ
અયોધ્યા કેસ: CJIએ નારાજ થઇ કહ્યું, શું આપણે મારા રિટાયર થવા સુધી સુનાવણી કરીશું?
વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત માટે પાકિસ્તાન સાથે વાતચીત કરવાનો કોઇ મુદ્દો નથી, પરંતુ એવા કોઇ દેશ સાથે વાત વાત કઇ રીતે થઇ શકે છે, જે આતંકવાદને ઉછેરી રહ્યું છે. તેમણે કહ્યું કે, નિશ્ચિત રીતે કોઇ પાડોશી સાથે વાતચીત કરવા માંગે છે. મુદ્દો છે કે તમે એક એવા દેશમાં વાત કઇ રીતે કરી શકીએ, જે આતંકવાદ ફેલાવે છે અને સ્પષ્ટ કહેવામાં આવે તો હકીકતથી રૂબરુ કરાવવા અંગે તેનો ઇન્કાર કરવાની નીતિ અપનાવે છે. હવે તેનો શું ઉપાય કાઢશો, મને લાગે છે કે આ અમારા માટે એક મોટો પડકાર છે.
લો બોલો! પંજાબ પોલીસ અને BSF પાસે ડ્રોન પકડવાનું મશીન જ નથી!!!
પાકિસ્તાન કેમ અમને કનેક્ટિવિટી નથી આપતું
વિદેશમંત્રીએ ભાર પુર્વક જણાવ્યુ કે, ભારત અને પાકિસ્તાનનો ઇતિહાસ કોઇ સામાન્ય ઇતિહાસ નથી. વિદેશમંત્રીએ કહ્યું કે, પાડોશી હોવા છતા પાકિસ્તાન ભારત સાથે વ્યાપાર નહી કરે. આ વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય છે અને તેને કાયદેસર રીતે વિશેષ મહત્વનાં રાષ્ટ્રનો દરજ્જો આપણને આપવો જોઇે પરંતુ તેઓ આવું નહી કરે જ્યારે નવી દિલ્હીમાં આવું નથી. તેમણે કહ્યું કે, તમારી પાસે એવો પાડોશ છે જે તમને કનેક્ટિવિટીની પરવાનગી નથી આપી રહ્યા. ઉદાહરણ તરીકે આપણામાં આટલી ક્ષમતા છે કે અમે અફઘાનિસ્તાન અને ઇરાન સાથે જવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકે છે. તેમ છતા આપણે આ કનેક્ટિવિટી નથી આપી રહ્યા.