બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીનું નિધન થયું છે. બિહારના ભાજપના વરિષ્ઠ નેતાઓમાંથી તેઓ એક હતા. તેઓ 72 વર્ષના હતા અને કેન્સરથી પીડિત હતા. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને તેમના નિધનની જાણકારી આપી. આ સાથે દુખ પણ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ તથા પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી સુશીલકુમાર મોદીજીના નિધન પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. આ બિહાર ભાજપ માટે અપૂર્ણીય ક્ષતિ છે. 



બિહારના બીજા ડેપ્યુટી સીએમ વિજયકુમાર સિન્હાએ પણ તેમના નિધન પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટ શેર કરીને લખ્યું કે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ શ્રી સુશીલ મોદીજી આપણી વચ્ચે રહ્યા નથી. આખા ભાજપ સંગઠન પરિવારની સાથે સાથે મારા જેવા અસંખ્ય કાર્યકરો માટે આ એક અપૂર્ણીય ક્ષતિ છે. પોતાના સંગઠન કૌશલ, પ્રશાસનિક સમજ અને સામાજિક રાજનીતિક વિષયો પર ઊંડી જાણકારી માટે તેઓ હંમેશા યાદ કરાશે.