નૂપુર શર્મા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી, પયગંબર ટિપ્પણી વિવાદમાં ધરપકડથી માંગી રાહત
ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ ફરી સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ વખતે તેણે પયગંબર ટિપ્પણીમાં ધરપકડ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા ફરી એકવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. આ વખતે તેણે પયગંબર ટિપ્પણીમાં ધરપકડ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. નૂપુર શર્માએ કહ્યું કે પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ તેને વધુ ધમકી મળવા લાગી છે. બે મહિના પહેલા એક ટીવી ડિબેટ દરમિયાન નૂપુર શર્માએ મોહમ્મદ પયગંબર પર વિવાદિત ટિપ્પણી કરી હતી. ત્યારબાદ આ મામલામાં ખુબ વિવાદ થયો હતો. ઘણા ઈસ્લામિક દેશોએ પણ તેના પર વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નૂપુર શર્મા સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. ત્યારે તેણે દેશના વિવિધ ભાગમાં નોંધાયેલી એફઆઈઆરની એક જગ્યાએ સુનાવણી કરવાની માંગ કરી હતી. પરંતુ સર્વોચ્ચ કોર્ટે તેનો ઇનકાર કરી દીધો હતો અને તે માટે સુપ્રીમે આકરી ટિપ્પણી કરી હતી.
નૂપુર શર્માની નવી અરજી હજુ સુનાવણી માટે લિસ્ટેડ થઈ નથી. પોતાની નવી અરજીઓમાં નૂપુર શર્માએ નવી ધમકીઓ અને પોતાની આલોચનાનો પણ હવાલો આપ્યો છે. તેણે કહ્યું કે, તેને સતત બળાત્કાર અને હત્યાની ધમકીઓ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે નૂપુર શર્માનું સમર્થન કરવાને કારણે બે લોકોની હત્યા પણ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, સંસદમાં કુલ 99.18 ટકા થયું વોટિંગ, 21 જુલાઈએ પરિણામ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube