મોદી સરકારને બચાવવા CAGની રિપોર્ટમાં લાલીયાવાડી કરી રહ્યું છે:60 અધિકારીઓનો પત્ર
કેગ દ્વારા યુપીએ સરકાર સમયે કોલસા, 2જી, આદર્શ સહિતના ગોટાળામાં જેવી ત્વરા દેખાડી હતી તેવી ત્વરા નથી જોવા મળી રહી
નવી દિલ્હી : 60 રિટાયર્ડ અધિકારીઓએ કેગને પત્ર લખીને તેના પર નોટબંધી અને રાફેલ સોદાના ઓડિટ રિપોર્ટને ટાળ્યો હોવાનો આરોપ લગાવ્યો છે જેથી આગામી ચૂંટણી પહેલા એનડીએ અને વડાપ્રધાનની છબી ધુંધળી ન થાય. પૂર્વ અધિકારીઓએ એક પત્રમાં કહ્યું કે, નોટબંધી અને રાફેલ ફાઇટર વિમાન સોદા પર ઓડિટ રિપોર્ટ લાવવામાં અસ્વાભાવિક અને અકારણ થઇ રહેલ મોડુ ચિંતાનું કારણ છે. આ રિપોર્ટ શિતકાલીન સત્રમાં પટલ પર મુકવામાં આવવી જોઇએ.
રિપોર્ટ ઇશ્યું કરવામાં થઇ રહેલી લાલીયાવાડી પક્ષપાતપુર્ણ પગલું કહેવામાં આવશે.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, યોગ્ય સમયે નોટબંધી અને રાફેલ ડીલ અંગે ઓડિટ રિપોર્ટ જાહેર નહી કરવું પક્ષપાતપુર્ણ પગલું ગણાશે અને તેના કારણે સંસ્થાની શાખ પર સંકટ પેદા થઇ શકે છે. નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (કૈગ) પાસે હાલ કોઇ પ્રતિક્રિયા નથી મળી શકી. નોટબંધી પર મીડિયાનાં સમાચારો સંદર્ભ ટાંકતા પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, તત્કાલીન નિયંત્રક અને મહાલેખા પરીક્ષક શશિકાંત શર્માએ તેમ પણ કહ્યું હતું કે, ઓડિટમાં નોટોની છપામણીનો ખર્ચ, રિઝર્વ બેંકના લાભાંશની ચુકવણી તથા બેંકની લેવડ દેવડના આંકડાઓનો સમાવેશ કરવામાં આવશે.
ઓડિટ રિપોર્ટ પર ગત્ત નિવેદન 20 મહિના પહેલા આવ્યો હતો
પત્રમાં કહેવામાં આવ્યું છે, આ પ્રકારનાં ઓડિટ રિપોર્ટ પર ગત્ત નિવેદન 20 મહિના પહેલા આવ્યું હતું જો કે નોટબંધી પરનાં વચન અનુસાર ઓડિટ રિપોર્ટ પર કોઇ કાર્યવાહી નથી થઇ.પત્ર પર હસ્તાક્ષર કરનારા સેવાનિવૃત અધિકારીઓમાં પંજાબના પૂર્વ ડીજીપી જૂલિયો રિબેરો, પૂર્વ ભારતીય અધિકારીમાંથી સોશિયલ એક્ટિવિસ્ટ બનેલા અરૂણા રોય, પુણેના પુર્વ પોલીસ આયુક્ત મીરન બોરવંકર, પ્રસાર ભારતીનાં પૂર્વ સીઇઓ જવાહર સીઇઓ જવાહર સરકાર, ઇટલીમાં પૂર્વ દૂતનાં પી.ફેબિયન સહિત અન્ય પૂર્વ અધિકારી છે.
પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે એવા સમાચારો હતા કે રાફેલ સોદા અંગે ઓડિટ સપ્ટેમ્બર 2018 સુધી થઇ જશે પરંતુ સંબંધિત ફાઇલોનું કેગનું અત્યાર સુધીનું પરિક્ષણ નથી કરવામાં આવ્યું. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, 2G, કોલસા, આદર્શ, રાષ્ટ્રમંડળ રમત ગોટાળા પર કેંગનાં ઓડિટ રિપોર્ટથી તત્કાલીન યુપીએ સરકારનાં કાર્યો અંગે જનધારણા પ્રભાવિત થઇ હતી અને અલગ અલગ જુથો તરફથી સરાહના મળી હતી.
કેગ પોતાનાં અહેવાલમાં ઇરાદા પુર્વક મોડુ કરી રહ્યું છે
જો કે હાલ કેગની કામગીરી જોતા લાગી રહ્યું છે કે તે ઇરાદા પુર્વક જ નોટબંધી અને રાફેલ ડીલ જેવા મુદ્દાઓ પર પોતાનો અહેવાલ આપવામાં સમય લગાવી રહ્યું છે. 2019 ચૂંટણી પહેલા રાફેલ અને નોટબંધી જેવા મુદ્દાઓ પર ઓડિટ રિપોર્ટ આપવા નથી માંગતા. પત્રમાં કહેવાયું કે, નોટબંધી અને રાફેલ સોદા મુદ્દે યોગ્ય સમયે ઓડિટ રિપોર્ટ રજુ કરવામાં કેગની નિષ્ફળતાને પક્ષપાતપુર્ણ પગલા તરીકે જોવામાં આવી શકે છે અને આ મહત્વપુર્ણ સંસ્થાની શાખ પર સંકટ પેદા થઇ શકે છે.