Cyrus Mistry killed in road accident: જાણિતા ઉદ્યોગપતિ સાઇસર મિસ્ત્રીનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. તે પોતાના ટાટા ગ્રુપના ચેરમેન પદે પણ રહી ચૂક્યા છે. પરંતુ કોઇ કારણોસર તેમને આ પદેથી દૂર કરવામાં આવ્યા હતા. દુર્ઘટના બાદ સાઇરસ મિસ્ત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ સાઇરસ મિસ્ત્રીનું રવિવારે રોડ અકસ્માતમાં મોત નિપજ્યું છે, જ્યારે તેમની કાર મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક ડિવાઇડર સાથે ટકરાઇ હતી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


તેમણે જણાવ્યું હતું કે આ અકસ્માત લગભગ 3.15 વાગે સર્જાયો હતો જ્યારે સાઇરસ મિસ્ત્રી કારમાં અમદાવાદથી મુંબઇ જઇ રહ્યા હતા. ઘટના સૂર્યા નદી પર બનેલા પુલ પર સર્જાઇ છે. કાર ચાલક સહિત તેમની સાથે યાત્રા કરી રહેલા અન્ય બે લોકોને ઇજા પહોંચી છે. તમામ ઇજાગ્રતોને ગુજરાતની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. 


તમને જણાવી દઇએ કે રતન ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર 2012 માં સાયરસ મિસ્ત્રીને રતન ટાટાએ ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા હતા. 2016 માં તેમને તેમના પદેથી દૂર કરવામાં આવ્યા હતા. અચાનક પદેથી હટાવતાં તેમણે કોર્ટનો સહારો લીધો હતો અને તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં ગયા હતા જ્યાં તેમના પક્ષમાં ફેંસલો આવ્યો હતો. જોકે આ ફેંસલા બાદ રતન ટાટાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.