મુંબઈઃ મુંબઈના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં આયોજીત રેલીમાં (nrc-caa mumbai rally) રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (former chief minister devendra) હાજર રહ્યાં હતા. ફડણવીસે રેલીમાં સંબોધન પણ કર્યું હતું. ફડણવીસે કહ્યું કે, અમે કોઈની નાગરિકતા લઈ રહ્યાં નથી. આ કાયદો નાગરિકતા આપે છે. પરંતુ કેટલાક લોકો જૂઠો પ્રચાર કરી રહ્યાં છે. 


રાજીવ ગાંધીએ કરી હતી NRCમાં સમજુતીઃ ફડણવીસ
ફડણવીસે આગળ કહ્યું કે, તે લોકોને લાગે છે કે મોદી શાસન ક્યારેય નહીં  જાય, તેથી સત્તા માટે આગચાંપી કરી રહ્યાં છે. ફડણવીસે સવાલ ઉઠાવતા કહ્યું કે, NRC કોણ લાવ્યું? તેમણે કહ્યું કે, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે તેમણે એનઆરસીમાં સમજુતી કરી હતી અને પછી SCએ પણ યોગ્ય ગણાવી હતી. મોદીજીએ તે સ્પષ્ટ કરી દીધું છે કે ચર્ચા વિના તેને લાગૂ કરવામાં આવશે નહીં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube