મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા જે રીતે મોટા નેતાઓ પક્ષપલટો કરી રહ્યાં છે તેણે વિપક્ષ માટે મુશ્કેલી વધારી દીધી છે. એક સમયે શિવસેનામાં રહીને રાજકારણમાં પોતાનો દમ દેખાડનારા પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે હવે ફરીથી કોંગ્રેસ માટે મુશ્કેલી વધારી શકે છે. શિવસેના છોડ્યા બાદ રાણે કોંગ્રેસમાં સામેલ થયા હતાં પરંતુ થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસ છોડીને પોતાની એક નવી પાર્ટી બનાવી હતી. હાલ મળતી માહિતી મુજબ એક સપ્ટેમ્બરના રોજ નારાયણ રાણે પોતાની આ પાર્ટીનો ભાજપમાં વિલય કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેના પ્રમુખ આજે જમ્મુ કાશ્મીરની મુલાકાત લેશે, કલમ 370 હટ્યા બાદ આ પહેલો પ્રવાસ


શિવસેનામાંથી કોંગ્રેસમાં સામેલ થયા બાદથી જ રાણના સંબંધ શિવસેના સાથે કઈં ખાસ નથી. થોડા દિવસ પહેલા જ શિવસેના નેતા દીપક કેસરકરે નારાયણ રાણેના ગઠબંધનમાં સામેલ થવાના અહેવાલો પર કહ્યું હતું કે રાણનું ગઠબંધનનું  સામેલ થવું એટલે જાણે 'ગળ્યા દૂધમાં મીઠું ભેળવવા જેવું' છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...